યુદ્ધને પગલે મેમાં દેશમાંથી ઈંધણની નિકાસ ઘટી ચાર વર્ષના તળિયે રહી
યુદ્ધને પગલે મેમાં દેશમાંથી ઈંધણની નિકાસ ઘટી ચાર વર્ષના તળિયે રહી
Published on: 03rd June, 2026

પશ્ચિમ એશિયા યુદ્ધને ધ્યાનમાં રાખી ઘરઆંગણે પૂરવઠાની ખાતરી રાખવા ભારતે પોતાના ફ્યુઅલ પ્રોડકટસની નિકાસમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે મેમાં ભારત ખાતેથી ફ્યુઅલ પ્રોડકટસની નિકાસ ઘટીને ચાર વર્ષની નીચી સપાટીએ રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ ઉપરાંત રિફાઈનરી મેન્ટેનન્સને કારણે નિકાસ પર અંકૂશ મુકાયો છે.ડીઝલ, ગેસોલિન તથા જેટ ફ્યુઅલ સહિતના પ્રોડકટસની નિકાસ મેમાં પ્રતિ દિન સરેરાશ ૮૭૮૦૦૦ બેરલ્સ રહી હતી, જે ઓકટોબર ૨૦૨૨ બાદ સૌથી નીચી છે.