રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે  યુનિયનમાં મતભેદ
રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ
Published on: 16th June, 2026

વડોદરામાં રિક્ષાના ભાડા વધારાના મુદ્દે બે યુનિયન વચ્ચે મતભેદ થયો છે. એક  યુનિયન ભાડાવધારાની તરફેણમાં છે, જ્યારે બીજું યુનિયન આ રીતે ભાડામાં વધારો કરવાના નિર્ણયના વિરોધમાં છે. આ અંગે વડોદરા રિક્ષા યુનિયનના અગ્રણીએ જણાવ્યું હતું કે, ૧ લી જુલાઇથી લઘુત્તમ ભાડામાં ૧૦ રૃપિયાનો વધારો કરવાનું  નક્કી કરવામાં આવ્યું છે. આ નિર્ણય કોઈ વિરોધ પ્રદર્શન નથી. પરંતુ, રિક્ષાચાલકોની મજબૂરી છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિના કારણે પેટ્રોલ,ડીઝલ અને CNGના ભાવ વધ્યા છે.