અમદાવાદના CG રોડ બ્યુટીફિકેશન: પાર્કિંગ વિના વેપાર 40% ઘટ્યો
અમદાવાદના CG રોડ બ્યુટીફિકેશન: પાર્કિંગ વિના વેપાર 40% ઘટ્યો
Published on: 09th August, 2026

વર્ષ 2021માં સીજી રોડના બ્યુટીફિકેશન પ્રોજેક્ટ બાદ પાર્કિંગની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ત્રણ લેનમાંથી બે લેન થઈ જતાં રસ્તો સાંકડો બન્યો છે અને શોરૂમ સામેની પાર્કિંગ ક્ષમતા 40 કારથી ઘટીને માત્ર 10 કારની થઈ ગઈ છે. આના કારણે વેપારીઓએ 40% સુધીના વેપારમાં ઘટાડો નોંધાવ્યો છે. ગ્રાહકો સિંધુભવન રોડ અને એસ.જી. હાઇવે જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે. વેપારી સંગઠનોએ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.