વડોદરા કોર્પોરેશનના ૨૦૦ તરાપા ભંગાર બન્યા
વડોદરા કોર્પોરેશનના ૨૦૦ તરાપા ભંગાર બન્યા
Published on: 24th June, 2026

વડોદરા શહેરમાં બે વર્ષ અગાઉ આવેલા પૂર સમયે કોર્પોરેશન દ્વારા ૩૦ લાખ રૂપિયાના ખર્ચે ૨૦૦ તરાપા ખરીદવામાં આવ્યા હતા. જોકે, ચોમાસાની સિઝન નજીક હોવા છતાં આ મોટાભાગના તરાપા હવે ભંગાર અવસ્થામાં છે. પૂર ઓસર્યા બાદ વોર્ડ ૧૧ અને વોર્ડ ૧૭ની કચેરીઓ પાછળ ખુલ્લામાં મુકી દેવાયા બાદ તેની કોઈ યોગ્ય જાળવણી થઈ નથી. આ અણઘડ વહીવટને કારણે પ્રજાના પૈસા વેડફાઈ ગયા છે.