સની દેઓલની 'બંટવારા 1947'નું ટ્રેલર રિલીઝ
સની દેઓલની 'બંટવારા 1947'નું ટ્રેલર રિલીઝ
Published on: 28th July, 2026

સની દેઓલની આગામી ફિલ્મ 'બંટવારા 1947'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. પ્રીતિ ઝિન્ટા, કરણ દેઓલ, શબાના આઝમી અને અલી ફઝલ જેવા કલાકારો સાથે, ટ્રેલર 1947ના ભાગલાના દર્દનાક સમયને દર્શાવે છે. સની દેઓલ એક મુસ્લિમ પાત્રમાં, રમખાણો વચ્ચે એક હિન્દુ વૃદ્ધ મહિલાને બચાવવા માટે સંઘર્ષ કરે છે. કરણ દેઓલના પિતા સની દેઓલ માટે દમદાર સંવાદો, "તું મારા બાપને નથી જાણતો. તે ના ઘર જોશે અને ના સરહદ, સીધા ઘૂસીને મારશે," ફિલ્મના ભાવને ઉજાગર કરે છે. રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 14 ઓગસ્ટે રિલીઝ થશે અને તેને 'A' સર્ટિફિકેટ મળ્યું છે.