શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ
શ્રાવણ માસના પ્રારંભ સાથે ગ્રહ યોગનો દુર્લભ સંયોગ
Published on: 13th August, 2026

૧૩ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, જે ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬, શુક્રવાર સુધી ચાલશે. આ પવિત્ર માસમાં ભગવાન શિવની ઉપાસનાનું વિશેષ મહત્ત્વ છે. જ્યોતિષી ચેતન પટેલના જણાવ્યા મુજબ, આ વર્ષે મહાલક્ષ્મી યોગ, બુધાદિત્ય યોગ, ગુરુ-આદિત્ય યોગ અને ગજકેસરી યોગ જેવા અનેક શુભ ગ્રહયોગો રચાઈ રહ્યા છે. આ યોગો આર્થિક પ્રગતિ, બુદ્ધિ, ભાગ્ય વૃદ્ધિ અને સુખ-સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. શ્રાવણના સોમવારે શિવલિંગ પર અભિષેક, મંત્રજાપ અને ઉપવાસ કરવાથી મનોકામના પૂર્તિ સાથે આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય છે.