શ્રાવણ માસમાં સોમનાથમાં 30 દિવસીય ભવ્ય શિવ મહોત્સવનો પ્રારંભ
શ્રાવણ માસમાં સોમનાથમાં 30 દિવસીય ભવ્ય શિવ મહોત્સવનો પ્રારંભ
Published on: 13th August, 2026

શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવાલયોમાં ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર 2026 સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવનું આયોજન કરાયું છે. આ દરમિયાન, સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ સ્થળ બનશે. દેશ-વિદેશથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડશે. ભક્તોને સરળતા રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રી સુવિધા, સુરક્ષા, ભોજન અને દર્શન વ્યવસ્થાનું વિશેષ આયોજન કરાયું છે. 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું પણ પ્રથમ વખત આયોજન કરાયું છે.