મહીસાગરના ખેડૂતોની સુજલામ સુફ્લામ કેનાલમાં પાણી છોડવા માંગ
મહીસાગરના ખેડૂતોની સુજલામ સુફ્લામ કેનાલમાં પાણી છોડવા માંગ
Published on: 12th October, 2026

મહીસાગર જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ડાંગરના પાકને પાણીની અછત વર્તાઈ રહી છે. લુણાવાડા, ખાનપુર, વિરપુર અને બાલાસિનોર તાલુકાના ખેડૂતોએ સુજલામ સુફ્લામ કેનાલમાં પાંચ દિવસ માટે પાણી છોડવાની માંગ કરી છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો ડાંગરના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.