બનાસકાંઠામાં વરસાદની બેધારી અસર: ક્યાંક પાકને ફાયદો, ક્યાંક નુકશાન
બનાસકાંઠામાં વરસાદની બેધારી અસર: ક્યાંક પાકને ફાયદો, ક્યાંક નુકશાન
Published on: 28th July, 2026

વાવ-થરાદ વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાતા મગફળી, કપાસ, જુવાર જેવા પાકોને નુકસાનની ભીતિ છે. જ્યારે બનાસકાંઠા જિલ્લાના અન્ય ભાગોમાં આ જ વરસાદ મગફળી, મકાઇ અને કપાસ જેવા પાકો માટે ફાયદાકારક સાબિત થયો છે. પાંચ દિવસમાં પાણી ઓસર્યા બાદ થયેલા નુકશાનનો સર્વે હાથ ધરાશે. અમુક વિસ્તારોમાં ત્રણ દિવસથી વધુ પાણી ભરાયેલા રહે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે, જેના માટે ટૂંકાગાળાના પાકો જેવા વિકલ્પો સૂચવાયા છે.