પોરબંદર મનપા દ્વારા તાલીમ શરૂ.
પોરબંદર મનપા દ્વારા તાલીમ શરૂ.
Published on: 17th May, 2026

પોરબંદર મનપા દ્વારા આગામી વસ્તી ગણતરી માટે જી.એમ.સી. સ્કૂલ ખાતે તાલીમ કાર્યક્રમ શરૂ કરાયો છે. 13 વોર્ડના 461 ગણતરીદાર અને 77 સુપરવાઈઝરને ઘર-ઘર સર્વે, માહિતી એકત્રિત કરવાની પદ્ધતિ, ડિજિટલ ડેટા સંકલન, ગોપનીયતા અને નાગરિકો સાથે સંવાદ અંગે માર્ગદર્શન અપાઈ રહ્યું છે. આ તાલીમ ત્રણ તબક્કામાં યોજાશે અને અધિકારીઓ દ્વારા મોનીટરીંગ કરાશે.