ઘોઘંબાના જીંજરી ડેમમાં બે યુવાનો ડૂબી મૃત્યુ પામ્યા
ઘોઘંબાના જીંજરી ડેમમાં બે યુવાનો ડૂબી મૃત્યુ પામ્યા
Published on: 17th May, 2026

ઘોઘંબા તાલુકામાં જીંજરી ડેમમાં નહાવા પડેલા બે મિત્રો ગરમીથી રાહત મેળવવા ગયા હતા. પાણીના ઊંડાણનો અંદાજ ન આવતાં બંને ડૂબી ગયા. કલાકોની જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કઢાયા. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.