રસ્તાના પેચવર્કનું કામ ૩૬૫ દિવસ ચાલે છે
રસ્તાના પેચવર્કનું કામ ૩૬૫ દિવસ ચાલે છે
Published on: 20th August, 2026

વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર મ્યુનિ. કમિશ્નર રસ્તાના પેચવર્ક કામગીરી નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, ત્યારે એક જાગૃત નાગરિકે હલકી ગુણવત્તાની કામગીરીના આક્ષેપ સાથે રજૂઆત કરી. નાગરિકે પ્રશ્ન ઉઠાવ્યો કે શું તંત્ર પેચવર્કની કામગીરીની એક વર્ષની ગેરંટી આપશે? વરસાદ બાદ રસ્તો ફરી તૂટી જવાની સમસ્યા અને પ્રજાના નાણાંના વેડફાટ અંગે ચિંતા વ્યક્ત કરી. ટેન્ડરની શરતો મુજબ રસ્તાનું લેવલ જાળવાતું નથી, જેના કારણે પાણી ભરાય છે અને રસ્તા તૂટે છે. મ્યુનિ. કમિશ્નરે જણાવ્યું કે ગુણવત્તા માટે ઝોન મુજબ કોન્ટ્રાક્ટરની નિમણૂક કરાઈ છે અને નવા વિસ્તારોમાં પહેલા માળખાકીય સુવિધાઓ ઊભી કરાશે.