મહેસાણા જિલ્લામાં વધુ વરસાદ, છતાં વાવેતર ઘટ્યું
મહેસાણા જિલ્લામાં વધુ વરસાદ, છતાં વાવેતર ઘટ્યું
Published on: 04th August, 2026

મહેસાણા જિલ્લામાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો હોવા છતાં, જ્યાં ભારે વરસાદ પડ્યો ત્યાં 50% સુધી વાવેતર ઘટ્યું છે. ખાસ કરીને કડી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતો સમયસર વાવેતર કરી શક્યા નથી. બીજી તરફ, ઊંઝા જેવા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ન હોવાથી વાવેતરની ટકાવારી વધુ રહી છે. આગામી 20 ઓગસ્ટ બાદ મોન્સૂન બ્રેકની શક્યતા છે, જે ચિંતાનો વિષય બની શકે છે.