સારી ઉપજની આશાએ ખેડૂતોએ શરૂ કરી વાવણી, મન મૂકીને વરસ્યા મેઘરાજા
રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન ન થયું હોવા છતાં, પંચમહાલ જિલ્લામાં થયેલા સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી દીધી છે. મોંઘવારી અને સતત બદલાતા વાતાવરણ વચ્ચે પણ, આ વર્ષે સારી ઉપજ અને આવકની આશા સાથે ખેડૂતો ખેતી કાર્યોમાં જોતરાયા છે. સિંચાઈની સુવિધાના અભાવે ચોમાસા પર નિર્ભર રહેતા આ વિસ્તારના ખેડૂતો, ડાંગર, મકાઈ, કપાસ અને તુવેર જેવી મુખ્ય ખેતી કરે છે. ગત વર્ષે થયેલા નુકસાન અને વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને, તેઓ સારા વરસાદ અને પોષણક્ષમ ભાવની આશા સાથે ખેતીના શ્રીગણેશ કરી રહ્યા છે.
સારી ઉપજની આશાએ ખેડૂતોએ શરૂ કરી વાવણી, મન મૂકીને વરસ્યા મેઘરાજા
ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ ઝળક્યા
વડોદરામાં યોજાયેલી બીજી ઓપન બરોડા મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં કૃષ્ણા પટેલ અને વેદ પંચાલે ટ્રિપલ ક્રાઉન જીતી શાનદાર સિદ્ધિ મેળવી છે. કૃષ્ણાએ અંડર-15, અંડર-17 અને અંડર-19 ગર્લ્સ સિંગલ્સના ખિતાબ જીત્યા, જ્યારે વેદ પંચાલે અંડર-17, બોયઝ સિંગલ્સ અને મેન્સ સિંગલ્સમાં વિજય મેળવ્યો. મિક્સ ડબલ્સ અને વિમેન્સ સિંગલ્સમાં શેલી પટેલ ચેમ્પિયન બન્યા. સમાપન સમારોહમાં વિજેતાઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.
ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓ ઝળક્યા
ગુજરાત હાઈકોર્ટે સમયમર્યાદામાં કાર્યવાહી ન થતાં ડેવલપમેન્ટ પ્લાનનું રિઝર્વેશન કર્યું રદ
ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે ડેવલપમેન્ટ પ્લાનમાં અનામત રાખેલી ખાનગી જમીનને અનિશ્ચિત સમય સુધી રોકી રાખી શકાય નહીં. જો સત્તાધિકારીઓ સમયમર્યાદામાં જમીન સંપાદિત ન કરે અથવા દર 10 વર્ષે પ્લાનનું પુનઃરીક્ષણ શરૂ ન કરે તો અનામત આપમેળે રદ ગણાશે. ડીસાની 50 વર્ષથી રોડ માટે અનામત જમીન મામલે કોર્ટે રિઝર્વેશન રદ જાહેર કરી જમીનમાલિકને રાહત આપી અને આ નિર્ણયને સમાન વિવાદોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક ગણાવ્યો.
ગુજરાત હાઈકોર્ટે સમયમર્યાદામાં કાર્યવાહી ન થતાં ડેવલપમેન્ટ પ્લાનનું રિઝર્વેશન કર્યું રદ
અમદાવાદની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો, વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટ્યો
અમદાવાદના નિકોલ સ્થિત ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતાં તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. તબીબી તપાસમાં કાનને ગંભીર ઈજા અને ઓપરેશનની શક્યતા જણાઈ છે. વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી છે, જ્યારે વાલીએ જવાબદારી નક્કી કરી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો, વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટ્યો
આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી!
ગુજરાતમાં રાહ જોઈ રહેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. આગામી 29 જૂન થી 5 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રમાં યેલો એલર્ટ રહેશે. 29 જૂનથી 5 જુલાઈ દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડશે. 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જેના માટે ઓરેન્જ વોર્નિંગ અપાઈ છે.
આગામી 7 દિવસ સાંબેલાધાર વરસાદની આગાહી!
અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરાયેલા બ્લડ યુનિટ્સની ગુણવત્તા નબળી હોવાની પુષ્ટિ થઈ છે, જે માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ નબળી ગુણવત્તાવાળું બ્લડ મહારાષ્ટ્રની લગભગ 8 જેટલી બ્લડ બેંકોમાં સપ્લાય કરાતું હતું. FSL, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. આ કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
ગુજરાતમાં 'સુજલામ સુફલામ અભિયાન'થી જળ સંગ્રહ શક્તિમાં લાખો ઘન ફૂટનો વધારો
ગુજરાત સરકારે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ હેઠળ જળ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2026માં રાજ્યની જળ સંગ્રહ ક્ષમતામાં 20,789 લાખ ઘન ફૂટનો વધારો થયો છે, જ્યારે છેલ્લા 8 વર્ષમાં કુલ 1,38,039 લાખ ઘન ફૂટ ક્ષમતા વધી છે. ફેબ્રુઆરીથી મે દરમિયાન 13,315 કામો પૂર્ણ થયા, જેમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમનું સમારકામ અને નહેરોની સફાઈનો સમાવેશ થાય છે. અભિયાનથી 2.30 લાખ માનવદિન રોજગારી પણ સર્જાઈ છે.
ગુજરાતમાં 'સુજલામ સુફલામ અભિયાન'થી જળ સંગ્રહ શક્તિમાં લાખો ઘન ફૂટનો વધારો
મુંબઈ-અમદાવાદ બાદ હવે દિલ્હી-વારાણસી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે
કેન્દ્ર સરકાર મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન બાદ હવે દિલ્હી-વારાણસી-સિલીગુડી હાઈસ્પીડ રેલ કૉરિડોર બનાવવાની તૈયારી કરી રહી છે. આ યોજના હેઠળ, દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન રૂટને પ્રાથમિકતા આપવામાં આવશે, જે 865 કિલોમીટર લાંબો હશે. આ ઉપરાંત, ભવિષ્યમાં દિલ્હીને એક મોટા હાઈ સ્પીડ રેલ (HSR) હબ તરીકે વિકસાવવાની યોજના છે, જેમાં દિલ્હી-અમદાવાદ અને દિલ્હી-અમૃતસર-જમ્મૂ જેવા રૂટ પણ સામેલ થશે. આ પ્રોજેક્ટ આગામી બે વર્ષમાં શરૂ થવાની સંભાવના છે.
મુંબઈ-અમદાવાદ બાદ હવે દિલ્હી-વારાણસી વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે
અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત યુવકનો યુવતીની છેડતીનો આરોપ
અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં ધૂત એક યુવકે જાહેરમાં રોડ પર હંગામો મચાવ્યો હતો. એક યુવતીની છેડતીના આરોપ બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો યુવકને માર મારતા અને પકડી રાખતા દેખાય છે. ચાણક્ય સ્કૂલ નજીક યુવકે યુવતીની બાઈકને કાર ટક્કર માર્યા બાદ આ ઘટના બની હતી. રોષે ભરાયેલા લોકોએ યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત યુવકનો યુવતીની છેડતીનો આરોપ
જેતપુર રણુજા ધામ મંદિરના મહંતનો કેન્સરની પીડાથી કંટાળી આપઘાત
રાજકોટ જિલ્લાના જેતપુર સ્થિત પ્રસિદ્ધ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ કેન્સરની અસહ્ય પીડાથી કંટાળી આપઘાત કર્યો. તેમની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે તેઓ છેલ્લા 10 વર્ષથી કેન્સર સામે લડી રહ્યા હતા અને શરીરમાં ફેલાયેલી બીમારીના કારણે થતું દર્દ સહન કરવું અશક્ય બન્યું હતું. મૂળ મીઠાપુરના વતની કરસનદાસ બાપુ 47 વર્ષ પહેલાં પરિવારનો ત્યાગ કરીને સંન્યાસી બન્યા હતા અને છેલ્લા 45 વર્ષથી મંદિરની સેવા કરતા હતા. પોલીસે મૃતદેહ અને સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુર રણુજા ધામ મંદિરના મહંતનો કેન્સરની પીડાથી કંટાળી આપઘાત
સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે મકાનો કોઈ સત્તાવાર મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા હતા. ટોરેન્ટ પાવરે જણાવ્યું કે તેમને માત્ર ટેલિફોનિક સૂચના મળી હતી. હાઈકોર્ટે કોર્પોરેશન અને અધિકારીઓની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવી કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી બદલ ઠપકો આપ્યો. સરકારે તપાસ શરૂ હોવાનું જણાવ્યું છે, જ્યારે 26 પીડિતોએ રાજ્ય સરકાર, મનપા, પોલીસ અને ટોરેન્ટ પાવર સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
ગુજરાતના 8 જિલ્લામાં 3611 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાશે.
વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતના વિવિધ 8 જિલ્લાઓમાં કુલ 3611.0 એકર વિસ્તારમાં નવા Smart Industrial Estates વિકસાવવાની જાહેરાત કરી. આ એસ્ટેટ્સ ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભાવનગર, વડોદરા, અરવલ્લી અને મહિસાગર જિલ્લાઓમાં બનશે. આ પહેલથી મધ્ય ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણને વેગ મળશે, રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક વિકાસને પ્રોત્સાહન મળશે.
ગુજરાતના 8 જિલ્લામાં 3611 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાશે.
ચોખાની ખેતી: પેટ ભરનાર ખોરાક કે પર્યાવરણનો શત્રુ?
વૈશ્વિક સ્તરે અબજો લોકો માટે મુખ્ય ખોરાક ગણાતા ચોખાના ઉત્પાદનની પર્યાવરણીય અસરો ચિંતાજનક બની છે. નવા રિસર્ચ મુજબ, વર્તમાન ચોખા ઉત્પાદન પદ્ધતિઓ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન, મીઠા પાણીના અતિશય શોષણ અને પોષક તત્વોના પ્રદૂષણમાં મુખ્ય ફાળો આપી રહી છે. ડાંગરના ખેતરોમાંથી મિથેન ગેસનું ઉત્સર્જન આબોહવા પરિવર્તનમાં મોટો ફાળો આપે છે, જ્યારે રાસાયણિક ખાતરો જળાશયોને પ્રદૂષિત કરી રહ્યા છે. સંશોધકો ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
ચોખાની ખેતી: પેટ ભરનાર ખોરાક કે પર્યાવરણનો શત્રુ?
સુરતમાં 30 સેકન્ડમાં 30 લાખના દાગીના ચોરી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સમાંથી એક બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં 30.42 લાખ રૂપિયાના સોનાના દાગીના અને હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. કારીગર સંજીબ, જે અગાઉ પણ 5 વર્ષ કામ કરી ચૂક્યો હતો, તેણે ગ્રાહકોના દાગીના પોતાના લોકરમાંથી ચોરી લીધા. મેનેજર ઉપર ગયાની સાથે જ તેણે ચોરીને અંજામ આપ્યો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
સુરતમાં 30 સેકન્ડમાં 30 લાખના દાગીના ચોરી
અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા પહેલાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણે ભારે ચકચાર મચાવી છે. જૂની અદાવતમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસતા બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, વાયરલ થયેલા પથ્થરમારાના વીડિયોમાં FIRમાં ઉલ્લેખ ન હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી છે.
અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
વડોદરામાં ભાઈલી અને સાવલીમાં આગના બે બનાવ
વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના જુદા-જુદા બે બનાવ બનતા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.વડોદરાનો વાસણા ભાયલી રોડ પર આવેલા અર્થ આલ્ફા બિલ્ડીંગ નજીક શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે વડોદરા ફાયર બ્રિગેડ આવી જતા તરત જ આગ કાબુમાં લઈ લીધી હતી.વડોદરા નજીક સાવલીના લામડાપુરા ખાતે પણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ નજીક પડેલા સ્ક્રેપમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા છવાયા હતા. જેથી બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
વડોદરામાં ભાઈલી અને સાવલીમાં આગના બે બનાવ
વાઈબ્રન્ટ સમિટ માટે GMVC કર્મચારીઓને લઈ જવા બસો, અનેક રૂટ રદ થતાં વિવાદ સર્જાયો.
વડોદરા શહેરમાં બે દિવસીય પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે કર્યું. સમિટ દરમિયાન 19 વિષય આધારિત સેમિનારોમાં 151 નિષ્ણાતો માર્ગદર્શન આપશે. ઉપરાંત, આધુનિક ટેકનોલોજી અને ઉદ્યોગ પ્રદર્શન પણ યોજાયું છે. GMVC અધિકારીઓ અને કર્મચારીઓની પહોંચ માટે 35 સિટી બસો દોડાવવામાં આવી, જેના કારણે અનેક રૂટ રદ થતાં વિવાદ થયો. કર્મચારીઓને યુનિફોર્મમાં હાજર રહેવા પણ સૂચના અપાઈ હતી.
વાઈબ્રન્ટ સમિટ માટે GMVC કર્મચારીઓને લઈ જવા બસો, અનેક રૂટ રદ થતાં વિવાદ સર્જાયો.
વડોદરામાં પલ્સ પોલિયો અભિયાન: પ્રથમ દિવસે 91% બાળકોને રસી અપાઈ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.28થી 30 જૂન દરમિયાન આયોજિત રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ મેયર ગીતાબેન મકવાણાના હસ્તે કરાયો હતો. શહેરના 5 વર્ષ સુધીના કુલ 2,02,559 બાળકોને પોલિયોની રસી પીવડાવવાનો લક્ષ્યાંક છે, જેના માટે 861 પોલિયો બૂથ અને 1,722 ટીમો કાર્યરત છે. અભિયાનના પ્રથમ દિવસે 91% બાળકોને રસી અપાઈ હતી. હવે ટીમો ઘર-ઘર જઈ બાકી રહેલા બાળકોને રસી આપશે અને ટ્રાન્ઝિટ પોઈન્ટ પર પણ કામગીરી ચાલુ રહેશે.
વડોદરામાં પલ્સ પોલિયો અભિયાન: પ્રથમ દિવસે 91% બાળકોને રસી અપાઈ
મુખ્યમંત્રીના હસ્તે વડોદરામાં PM ઈ-બસ સેવાનો શુભારંભ
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેન્દ્ર સરકારની PM ઈ-બસ સેવાનો ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ થયો છે. આ યોજના હેઠળ વડોદરાને કુલ 250 ઇલેક્ટ્રિક બસો મળશે, જેમાંથી પ્રથમ તબક્કામાં 30 બસો શહેરના ત્રણ મુખ્ય રૂટ પર દોડાવવામાં આવશે. આ રૂટમાં ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ અને જેતલપુર બ્રિજથી પાદરાનો સમાવેશ થાય છે. આગામી સમયમાં બાકીની બસો પણ તબક્કાવાર શરૂ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના હસ્તે વડોદરામાં PM ઈ-બસ સેવાનો શુભારંભ
ફિલ્મી ઢબે પીછો, હોન્ડા સિટીમાંથી ₹1.68 લાખનો દારૂ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ હોન્ડા સિટી કારનો ફિલ્મી ઢબે પીછો કરી રોકી હતી. કારચાલક પોલીસને ટક્કર મારી ખેતરોમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 984 બોટલો અને ટીન મળી કુલ ₹1.68 લાખનો દારૂ અને ₹7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મી ઢબે પીછો, હોન્ડા સિટીમાંથી ₹1.68 લાખનો દારૂ ઝડપાયો
સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ચોરી જનાર બે મહિલાઓને અટલાદરા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી છે. આ ઘટના 31મી મેના રોજ બની હતી જ્યારે પૂનમના દિવસે દર્શન માટે આવેલા એક પરિવાર સાથે આ ચોરી થઈ હતી. પોલીસે ચોરી થયેલ 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર આરોપી મહિલાઓ પાસેથી કબજે લીધું છે. ઝડપાયેલી મહિલાઓની ઓળખ સુભદ્રાબેન ભરતભાઈ દંતાણી અને જ્યોતિબેન જયેશભાઈ દંતાણી તરીકે થઈ છે, જેઓ અમદાવાદના રહેવાસી છે.
સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
વડોદરામાં 2025માં 10 ઇંચ, જ્યારે આ વર્ષે જૂનમાં માત્ર દોઢ ઇંચ વરસાદ
વડોદરામાં મેઘરાજાની અછતને કારણે લોકોને આકરા બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વર્ષે જૂન મહિનામાં માત્ર 36 મિમી (દોઢ ઇંચ) કરતાં ઓછો વરસાદ નોંધાયો છે, જ્યારે 2025માં આ જ સમયગાળામાં 247 મિમી (10 ઇંચ) વરસાદ પડ્યો હતો. નજીકના દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના ઓછી છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરે છે. El Niñoની અસરને કારણે વાતાવરણમાં ફેરફાર થયો છે, જેના લીધે લોકોને ગરમી અને બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. આ સપ્તાહે તાપમાન 37-39 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
વડોદરામાં 2025માં 10 ઇંચ, જ્યારે આ વર્ષે જૂનમાં માત્ર દોઢ ઇંચ વરસાદ
સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ કંડારી ગામમાં રહેતા સુજલ અશોકભાઈ વસાવાએ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની બાઈક પર બેસાડી ફાગવેલ લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવકે લગ્ન નહીં કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
અમદાવાદના નારણપુરામાં પોલીસ ચોકી નજીક મારામારી, વાઈરલ વીડિયો બાદ પોલીસ તપાસ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દર્પણ છ રસ્તા નજીક થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ઈજાગ્રસ્તોની પ્રાથમિક વિગતો નોંધાઈ છે. ભોગ બનનાર પક્ષ ફરિયાદ નોંધાવશે. તપાસમાં જાણવા મળ્યું કે, મારામારી કરનારા રીઢા ગુનેગાર નહોતા, પરંતુ દારૂના નશામાં જાહેર રસ્તા પર ગાળાગાળી કરનાર યુવકથી ઉશ્કેરાઈને સ્થાનિકોએ માર માર્યો હતો. પોલીસે વીડિયો અને સ્થાનિકોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારણપુરામાં પોલીસ ચોકી નજીક મારામારી, વાઈરલ વીડિયો બાદ પોલીસ તપાસ
ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ: વહેલી સવારથી 5 તાલુકામાં મેઘમહેર
ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડ્યા બાદ હવામાન વિભાગે નવી આગાહી જાહેર કરી છે. આગામી ત્રણ કલાક માટે 6 જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના 5 તાલુકામાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે. વલસાડના ઉમરગામમાં અડધો ઈંચ અને નવસારીના ચીખલીમાં પણ લગભગ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં આગામી 10 થી 1 વાગ્યા સુધી યલો એલર્ટ રહેશે.
ગુજરાતના 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ: વહેલી સવારથી 5 તાલુકામાં મેઘમહેર
ગુજરાતના 3 જિલ્લામાં ભૂગર્ભ જળનો ભયજનક વપરાશ!
ગુજરાતમાં ભૂગર્ભ જળની સ્થિતિ અત્યંત ચિંતાજનક બની રહી છે. સરકારી જળસંચય અભિયાનોના દાવાઓ છતાં, જમીનમાંથી પાણીનું સ્તર સતત ઊંડું જઈ રહ્યું છે. ખાસ કરીને ગાંધીનગર, મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં ભૂગર્ભ જળનો વપરાશ ખૂબ જ વધારે છે, જ્યારે ડાંગ, પંચમહાલ અને ભરૂચ જેવા જિલ્લાઓમાં વપરાશ ઓછો છે. ચોમાસા દરમિયાન જમીનમાં ઉતરતા પાણી કરતાં બમણું પાણી ખેંચાઈ રહ્યું છે, જેના કારણે કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા છે. આ સ્થિતિ પીવાના પાણી અને સિંચાઈ બંને માટે ગંભીર સમસ્યા ઊભી કરશે, જે ગ્રામીણ અર્થતંત્રને પણ અસર કરશે.
ગુજરાતના 3 જિલ્લામાં ભૂગર્ભ જળનો ભયજનક વપરાશ!
ગુજરાતમાં ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ 'વાઈબ્રન્ટ'ના વાયદા માત્ર કાગળ પર રહ્યો
ગુજરાતની દરિયાઇ જૈવવિવિધતાને ઉજાગર કરવા માટે ડોલ્ફિન ટુરિઝમ વિકસાવવાનો પ્રોજેક્ટ, જેમાં પ્રવાસીઓ લક્ઝરી ક્રૂઝ દ્વારા કુદરતી નિવાસસ્થાનમાં ડોલ્ફિન જોઈ શકે, તે વાઈબ્રન્ટ સમિટ પછી માત્ર કાગળ પર રહ્યો છે. આ પ્રોજેક્ટથી સ્થાનિક રોજગારી અને પ્રવાસનને વેગ મળવાની આશા હતી. ગુજરાતના દરિયાકાંઠે 600થી વધુ ડોલ્ફિન નોંધાયેલી છે, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં. સરકારી તંત્ર ડોલ્ફિન ટુરિઝમ વિકાસમાં નિષ્ફળ રહ્યું છે, જેના કારણે પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓમાં નારાજગી છે.
ગુજરાતમાં ડોલ્ફિન ક્રૂઝ પ્રોજેક્ટ 'વાઈબ્રન્ટ'ના વાયદા માત્ર કાગળ પર રહ્યો
અમદાવાદીઓ દરરોજ 25 લાખ કિલો શાકભાજીનો ઉપયોગ, કોબિજ-વટાણા પ્રિય
અમદાવાદની શાકભાજી માર્કેટમાં રોજ 2500 ટન એટલે કે 25 લાખ કિલો શાકભાજીની આવક થાય છે. આ ગણતરી મુજબ, 80 લાખની વસ્તી ધરાવતું અમદાવાદ શહેર દર વર્ષે 91 લાખ ક્વિન્ટલ શાકભાજીનો વપરાશ કરે છે, જેની કિંમત આશરે 2400 કરોડ રૂપિયા થાય છે. શહેરમાં બ્રોકલી, ઝુકીની જેવી વિદેશી શાકભાજી સહિત 65 થી 70 પ્રકારના શાકભાજી ઉપલબ્ધ છે. 14 રાજ્યો અને 15 જિલ્લામાંથી આ શાકભાજી આવે છે, જે દર્શાવે છે કે અમદાવાદીઓ શાકભાજીના શોખીન છે.
અમદાવાદીઓ દરરોજ 25 લાખ કિલો શાકભાજીનો ઉપયોગ, કોબિજ-વટાણા પ્રિય
ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ: 108 કળશ જળાભિષેક
અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા પહેલા, પરંપરાગત 'જળયાત્રા મહોત્સવ'નો શુભારંભ થયો છે. ભક્તોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જમાલપુરથી પ્રસ્થાન થયેલી આ યાત્રા સોમનાથ ભૂદરના આરે પહોંચશે, જ્યાં સાબરમતી નદીનું પવિત્ર જળ 108 કળશમાં ભરી મંદિરે લાવવામાં આવશે. ત્યારબાદ ભગવાનનો ગજવેશમાં ભવ્ય જળાભિષેક કરાશે. સુરક્ષા માટે 500થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે અને ઢોલ-નગારા પર પ્રતિબંધ છે.
ભગવાન જગન્નાથજીની જળયાત્રા શરૂ: 108 કળશ જળાભિષેક
પોલો ક્લબની ચૂંટણીમાં ‘ડેમોક્રેસી’ જૂથનો ઐતિહાસિક વિજય
પ્રતિષ્ઠિત પોલો ક્લબની ચૂંટણીમાં ‘ડેમોક્રેસી’ જૂથે અભૂતપૂર્વ જીત હાંસલ કરી છે, જેમાં પ્રમુખ, વાઇસ પ્રેસિડેન્ટ અને કમિટી મેમ્બર્સ સહિત તમામ 9 સભ્યો એકસાથે ચૂંટાયા છે. આ પહેલીવાર બન્યું છે. મેહુલ ઝવેરીએ પ્રમુખ તરીકે 247 વોટની નોંધપાત્ર લીડ સાથે રેકોર્ડ બનાવ્યો. કુલ 1336 વોટ પડ્યા હતા, જેમાં ‘ડેમોક્રેસી’ પેનલ શરૂઆતમાં 700 વોટ સુધી સતત આગળ રહી હતી. વિજેતા મેહુલ ઝવેરીએ સભ્યોના વિશ્વાસ બદલ આભાર માન્યો અને ક્લબના વિકાસ માટેની યોજનાઓ પર ભાર મૂક્યો.
પોલો ક્લબની ચૂંટણીમાં ‘ડેમોક્રેસી’ જૂથનો ઐતિહાસિક વિજય
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ: સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ટેકનોલોજી પર નિષ્ણાતો અને ઉદ્યોગપતિઓનું મંથન
વડોદરાની જીએસએફસી યુનિ.માં 29-30 જૂને પ્રાદેશિક વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 'પ્રાદેશિક આકાંક્ષાઓ, વૈશ્વિક મહત્વાકાંક્ષા' થીમ હેઠળ યોજાશે. મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન થશે. 151 નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો 19 સેમિનારમાં ભાગ લેશે, જેમાં સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ગ્રીન એનર્જી, ક્વોન્ટમ ટેક્નોલોજી, સ્પેશિયાલિટી કેમિકલ્સ, પ્રાકૃતિક ખેતી અને ટૂરિઝમ જેવા વિષયો પર ચર્ચા થશે. આ સમિટ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપશે, સ્થાનિક રોજગારી અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપશે. આયોજકો દ્વારા શહેરને વાઇબ્રન્ટ લાઇટોથી શણગારવામાં આવ્યું છે.