ભરૂચમાં 10 હજારથી વધુ ખેડૂતો તુવેર વાવેતર કરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
ભરૂચમાં 10 હજારથી વધુ ખેડૂતો તુવેર વાવેતર કરી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
Published on: 28th July, 2026

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ નોંધપાત્ર રીતે વધી રહ્યો છે. કુલ 24,524 ખેડૂતો 8,409.72 હેક્ટર વિસ્તારમાં પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. જેમાં તુવેરનું વાવેતર 3,440.1 હેક્ટરમાં 10,498 ખેડૂતો દ્વારા થયું છે, જે સૌથી વધુ છે. ઘઉં, ભીંડા, કેળા, રીંગણ, શેરડી અને ગલકાં જેવા પાકો પણ પ્રાકૃતિક રીતે ઉગાડવામાં આવ્યા છે. ડ્રેગન ફ્રૂટ, લીંબુ અને મઠ જેવા પાકોનો વિસ્તાર સૌથી ઓછો છે. ખેડૂતોનો રસ વધતા પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધુ વધવાની સંભાવના છે.