Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
રક્ષાબંધન
રક્ષાબંધન

રક્ષાબંધન નો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને 'શ્રાવણી પૂર્ણિમા' પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાના દરિયાખેડૂઓ દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા થાય છે. આથી આ દિવસને 'નાળિયેરી પૂર્ણિમા' પણ કહે છે. આ દિવસે યજ્ઞોપવિત પહેરનાર લોકો પોતાની યજ્ઞોપવિત (જનોઈ) બદલે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝુલાવતા હોય છે. તેથી તેને ‘ફુલન પૂર્ણિમા' પણ કહે છે. ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં, આ દિવસે ઘઉંનાં બીજ વાવવામાં આવે છે. તેથી આ દિવસને 'ગજરી પૂર્ણિમા' તરીકે ઓળખવામાં આવે છે. કેરળ અને મહારાષ્ટ્ર ના લોકો પણ આ દિવસને 'નરલી પૂર્ણિમા' કહે છે. આ દિવસે તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે. રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે. બળેવ શબ્દ આપણને બલિષ્ઠ (શક્તિશાળી) બનવા પ્રેરણા આપે છે. શક્તિશાળી સમાજ જ ઉન્નતિ કરી શકે છે અને દીર્ઘકાલીન સંસ્કૃતિ આપી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ધાર્મિક ગ્રંથોમાં રક્ષાબંધન વિશે અનેક પ્રકારની પૌરાણિક કથાઓ જણાવવામાં આવી છે. શ્રીકૃષ્ણ એ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર છોડ્યું હતું. તે દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ. દ્રૌપદી એ ભગવાન કૃષ્ણની આંગળી પર તેણે પહેરેલાં વસ્ત્રમાંથી એક ટુકડો ફાડીને બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશાં તેની સાથે રહેશે અને હંમેશાં તેની રક્ષા કરશે. મહાભારત માં પાંડવોના માતા કુંતી એ તેમના પૌત્ર અભિમન્યુ ની રક્ષા માટે રક્ષા - રાખડી બાંધી હતી. દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવોના રાખડી વિજય માટે ઇન્દ્રદેવને ઈન્દ્રાણીએ બાંધી હતી. માતા લક્ષ્મી એ બલિ રાજા ને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા. ચિત્તોડની રાણી કર્ણાવતી એ તેના રાજ્યને ગુજરાતના સુલતાન બહાદુર શાહ ના આક્રમણથી બચાવવા માટે સમ્રાટ હુમાયુ ને રાખડી મોકલી હતી અને હુમાયુએ પણ તે સ્વીકારી રાણીના સન્માનની રક્ષા કરી હતી. રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રક્ષા બાંધે છે. રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર છે. એક બંધન જે બે લોકોને સ્નેહ ના દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તહેવારનો મુખ્ય હેતુ છે. આપણાં શાસ્ત્રોનું માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી. એટલે જ તો કહેવાયું છે ને કે “જ્યાં સ્ત્રીઓ પુજાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.” રાખડીમાં રંગબેરંગી કલાકૃતિઓ, રેશમના દોરા અને સોના કે ચાંદી જેવી મોંઘી વસ્તુ હોઈ શકે છે. દેશની રક્ષા, પર્યાવરણની રક્ષા, હિતોની રક્ષા વગેરે માટે પણ રાખડી બાંધવામાં આવી રહી છે. સંસ્કૃત ભાષા પ્રત્યે દેશમાં આદરભાવ કેળવાય તે માટે 1969 માં ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો કે કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા સંસ્કૃત દિન ની ઉજવણી કરવી. ત્યારથી શ્રાવણ પૂર્ણિમા (રક્ષાબંધન)નાં દિવસે વિશ્વમાં સંસ્કૃત દિનની ઉજવણી પણ કરવામાં આવે છે.

09th August

Read more
રક્ષાબંધન
09th August
રક્ષાબંધન નો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને 'શ્રાવણી પૂર્ણિમા' પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાના દરિયાખેડૂઓ દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા થાય છે. આથી આ દિવસને 'નાળિયેરી પૂર્ણિમા' પણ કહે છે. આ દિવસે યજ્ઞોપવિત પહેરનાર લોકો પોતાની યજ્ઞોપવિત (જનોઈ) બદલે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ ના લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને...
Read more
પતેતી
પતેતી

ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેર માં વસતા પારસીઓ પતેતીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. પતેતી પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતીનો અર્થ પશ્ચાતાપ કરવો એવો થાય છે. પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તા માં પતેતીનું મહત્વ આપવામાં આવેલું છે. પતેતીના શુભદિવસે પારસી લોકો વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થાય છે. ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં પણ પોર્ટુગીઝોના હુમલાથી કંટાળી દરિયાઇ માર્ગે તેઓ સંજાણ બંદરે ઉતર્યા અને જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયા. પારસીઓનો ઘણો મોટો સમુદાય ગુજરાતમાં વસે છે. દેશ અને દુનિયામાં વસવાટ કરતા પારસીઓ માટે પતેતી એ એમનું નવું વર્ષ છે. આ દિવસે અગિયારી નાં દર્શન કરવામાં આવે છે અને ગુરુને વંદન કર્યા બાદ એકબીજાનાં ઘરે જઈને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવે છે. ગુજરાતમાં પારસી સમાજનો સૌથી વધુ વસવાટ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છે. જોકે, પારસી સમાજની ગણના લુપ્ત થતા સમાજમાં થઇ રહી છે. સમગ્ર વિશ્વમાં પારસીઓની વસતી આશરે 80 હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના વિકાસમાં ઘણા પારસીઓએ પોતાનું યોગદાન આપેલું છે તેની સાથે સાથે ગુજરાતી નાટક, સાહિત્ય, સંસ્કૃતિ અને રંગમંચના ક્ષેત્રમાં પારસીઓનું યોગદાન ઘણું મોટું છે. જેમાં રતન ટાટા, હોમી ભાભા, ફિલ્ડમાર્શલ માણેકશાહ, મેડમકામા, દાદાભાઇ નવરોજી, સોલી સોરાબજી, નાની પાલખીવાલા અને સોલી નરિમાન નો સમાવેશ થાય છે. પારસીઓના નવા વર્ષના આગલા દસ દિવસ ‘મુક્તાદ’ કહેવામાં આવે છે, જેમાં જે લોકો મૃત્યુ પામ્યાં હોય તેમની યાદમાં પ્રાર્થના કરવામાં આવે છે અને તે દસ દિવસ બાદ પતેતી ઉજવવામાં આવે છે અને તે પછીના દિવસે નવરોઝ ની એટલે કે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ, જેની સ્થાપના ઇ.સ. પૂર્વે 590 ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. તેમનો ધર્મગ્રંથ ‘અવેસ્તા’ અને પ્રાર્થના કરવાનું સ્થળ ‘અગિયારી’ કહેવાય છે. પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઇને આવ્યા હતા તેની ઉદવાડા ની અગિયારીમાં સ્થાપના કરેલી છે જે આતશબહેરામ ને નામે ઓળખાય છે. જેને નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવે છે.

15th August

Read more
પતેતી
15th August
ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેર માં વસતા પારસીઓ પતેતીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. પતેતી પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતીનો અર્થ પશ્ચાતાપ કરવો એવો થાય છે. પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તા માં પતેતીનું મહત્વ આપવામાં આવેલું છે. પતેતીના શુભદિવસે પારસી લોકો વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થાય છે.
ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે
Read more
 જન્માષ્ટમી
જન્માષ્ટમી

ધર્મ, ન્યાયને સંત સુરક્ષા, કરવા પાપીનો સંહાર; ભૂમિ ભારહરણ કાજે અહીં થયો દિવ્ય કૃષ્ણાવતાર. શ્રાવણ વદ આઠમ ના દિવસે ઉજવાતો કૃષ્ણ જન્મોત્સવ ભારતના મહત્વના તહેવારો પૈકીનો એક છે. શ્રી વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર ગણાતા શ્રીકૃષ્ણ એ માતા દેવકી ની કુખે કંસ ના કારાગારમાં શ્રાવણ વદ આઠમને મધ્યરાત્રીએ જન્મ લીધો. મથુરાના ઘાતકી અને ક્રૂર રાજા કંસનો વધ કરીને ત્યાર પછી જરાસંઘ અને શિશુપાલ જેવા ઘમંડી અને પાપી રાજકર્તાઓને યમસદન પહોંચાડીને શ્રીકૃષ્ણે પૃથ્વી પરના પાપનું ભારણ ઓછું કરવાનો મહાન ઉપકાર કર્યો છે. શ્રીકૃષ્ણનું સ્થાન કેવળ એમના ભક્તો અને સંતોના હૃદય સુધી મર્યાદિત નથી; એમની પ્રતિભા તો ભારતના (અને હવે તો વિશ્વના) કરોડો નરનારી પર અવિચળ છવાઈ ગઈ છે. સાહિત્ય, કલા, નૃત્ય, નાટ્ય, શિલ્પ કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં શ્રીકૃષ્ણની જીવનગાથા ગૂંથાઈ ન હોય! દેહોત્સર્ગ સુધીના અનેક દિવ્ય પ્રસંગો અને લીલાઓનું વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન હતાં. તેમને જન્મદાતા માતાપિતાનો પ્રેમ બાળપણમાં ન મળ્યો પણ નંદ-યશોદા જેવા પાલક માતાપિતાએ એમના વાત્સલ્ય પર જે ઢોળ્યું છે એનો જગતમાં જોટો જડે એમ નથી. કંસ દ્વારા મોકલવામાં આવેલા અનેક રાક્ષસોનો, પૂતનાનો અને છેલ્લે કંસનો પણ વધ કરીને શ્રીકૃષ્ણએ પોતાનું અવતારકાર્ય નાનપણમાં જ પૂર્ણ કર્યું હતું! મહાભારત ના યુદ્ધમાં અને યાદવાસ્થળીમાં સાક્ષીભાવે શ્રીકૃષ્ણએ જે ભૂમિકા ભજવી એ તો વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના છે. કેવળ ભારતને જ નહીં, સમગ્ર વિશ્વની માનવજાતને કર્મ, જ્ઞાન અને ભક્તિનું તત્વજ્ઞાન સમજાવતી 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા' એ શ્રીકૃષ્ણની અમર અને સનાતન દેન છે, અતિ ઉત્કૃટ જીવન જીવી બતાવીને અતિ સહજ મૃત્યુને સ્વીકારનાર શ્રીકૃષ્ણ ભારતના આદર્શ યુગ પુરુષ છે. ભગવાન શ્રીકૃષ્ણે જ્યાં જન્મ લીધો તે મથુરામાં, જ્યાં એમણે બાળપણ વિતાવ્યું તે ગોકુળ -વૃંદાવનમાં અને જ્યાં તેમણે યાદવોની રાજધાની સ્થાપી તે દ્વારિકા નગરી ઉપરાંત ભારતભરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થાય છે. વાદ્ય સંગીત (બંસરી) અને નૃત્યકળા (રાસલીલા) માં શ્રીકૃષ્ણનું પ્રભુત્વ હતું તેથી તે નૃત્ય અને ગાનના દેવ પણ કહેવાય છે. ગુજરાત ની વાત કરીએ તો કૃષ્ણભક્ત વૈષ્ણવો આ દિવસે ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે. દિનભર કૃષ્ણમંદિરોમાં શ્રીકૃષ્ણના જન્મોત્સવની પૂર્વ તૈયારી ચાલે છે અને રાત્રે 12:00 વાગે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી' ના ગગનભેદી નારા વચ્ચે શ્રીકૃષ્ણ જન્મોત્સવ વિધિનું દૃશ્ય હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઘંટનાદ સહ ઉજવાય છે. હવે તો ટેલિવિઝન પર દ્વારકા, મથુરા વગેરેના શ્રીકૃષ્ણ મંદિરનાં આ દૃશ્યનું જીવંત પ્રસારણ થાય છે. ઉત્તર પ્રદેશમાં ગોપવેશધારી બાળ-બાળાઓ રાસલીલા ભજવે છે. મહારાષ્ટ્રમાં અને અન્ય સ્થળે ઉજવાતા દહીંહાંડી ના કાર્યક્રમમાં મહી ભરેલી મટકીઓ દોરડાથી બાંધીને લટકાવાય છે અને ગોવિંદા તરીકે ઓળખાતા શ્રીકૃષ્ણના સખા બનીને યુવકો માનવ પિરામિડ રચીને આ મહીની મટકીઓ ફોડે છે. શ્રી કનૈયાલાલ મુનશી એ લખ્યું છે કે -"અનેકવિધ વ્યક્તિત્વના ચિરંજીવ સ્મરણો આપણા માનસપટ પર અંકિત કરનાર શ્રીકૃષ્ણ મહાન હતા એટલું જ નહીં, એમનું જીવન પણ મહાન હતું. એમનું બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ સુસંવાદીત, સંપૂર્ણ અને સૌંદર્યમંડિત હતું. હજારો વર્ષ વીતી ગયાં છે છતાં આજે પણ માનવહૃદયમાં જેવું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે તેવું સ્થાન બીજા કોઈએ પ્રાપ્ત કર્યું નથી. પોતાના વિચક્ષણ અને અદ્દભુત બાળકનો વિચાર કરતી વખતે ભારતની કોઈપણ માતાને ‘બાલ ગોપાલ' સિવાય બીજો કોઈ શબ્દ સ્ફૂરે? શ્રીકૃષ્ણના નામ વિનાનું અને શ્રીકૃષ્ણની રાસલીલાના સ્મરણ સિવાયનું ગીત કે નૃત્ય ક્યાંથી હોય? શ્રીકૃષ્ણએ શીખવેલા અને પ્રસ્થાપિત કરેલાં સત્યો અગાઉ બીજા કોઈ ગુરુએ શીખવ્યાં ન હતા. શ્રીકૃષ્ણએ જેનો ઉપદેશ આપ્યો તે રહસ્ય કરતાં ઉચ્ચત્તમ રહસ્ય માનવજાતને અગાઉ કદી કહેવામાં આવ્યું ન હતું. તેમણે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં જે સંદેશ આપ્યો છે તે શાશ્વત જીવનનો સંદેશ છે.” શ્રીકૃષ્ણનું માનવજાત માટેનું પ્રદાન અનન્ય છે. અન્યાયનો સ્વીકાર ન કરવો અને જુલમીઓની સામે અદમ્ય જુસ્સાથી લડવું, છતાં શાંતિના સમયમાં માનવના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું. કુરુક્ષેત્રના મેદાનમાં ગવાયેલી 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા' માત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની ન રહેતાં માનવધર્મની ઉદ્દગાતા બની રહી છે. "કૃષ્ણમ્ વંદે જગદ્દગુરુમ“

16th August

Read more
જન્માષ્ટમી
16th August
ધર્મ, ન્યાયને સંત સુરક્ષા, કરવા પાપીનો સંહાર; ભૂમિ ભારહરણ કાજે અહીં થયો દિવ્ય કૃષ્ણાવતાર.
શ્રાવણ વદ આઠમ ના દિવસે ઉજવાતો કૃષ્ણ જન્મોત્સવ ભારતના મહત્વના તહેવારો પૈકીનો એક છે. શ્રી વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર ગણાતા શ્રીકૃષ્ણ એ માતા દેવકી ની કુખે કંસ ના કારાગારમાં શ્રાવણ વદ આઠમને મધ્યરાત્રીએ જન્મ લીધો. મથુરાના ઘાતકી અને ક્રૂર રાજા કંસનો વધ કરીને ત્યાર પછી જરાસંઘ અને શિશુપાલ જેવા ઘમંડી અને પાપી રાજકર્તાઓને યમસદન પહોંચાડીને શ્રીકૃષ્ણે પૃથ્વી પરના પાપનું ભારણ ઓછું...
Read more