-
જન્માષ્ટમી
જન્માષ્ટમી
16th August
ધર્મ, ન્યાયને સંત સુરક્ષા, કરવા પાપીનો સંહાર;
ભૂમિ ભારહરણ કાજે અહીં થયો દિવ્ય કૃષ્ણાવતાર.
શ્રાવણ વદ આઠમ ના દિવસે ઉજવાતો કૃષ્ણ જન્મોત્સવ ભારતના મહત્વના તહેવારો પૈકીનો એક છે. શ્રી વિષ્ણુ ભગવાનના આઠમા અવતાર ગણાતા શ્રીકૃષ્ણ એ માતા દેવકી ની કુખે કંસ ના કારાગારમાં શ્રાવણ વદ આઠમને મધ્યરાત્રીએ જન્મ લીધો. મથુરાના ઘાતકી અને ક્રૂર રાજા કંસનો વધ કરીને ત્યાર પછી જરાસંઘ અને શિશુપાલ જેવા ઘમંડી અને પાપી રાજકર્તાઓને યમસદન પહોંચાડીને શ્રીકૃષ્ણે પૃથ્વી પરના પાપનું ભારણ ઓછું કરવાનો મહાન ઉપકાર કર્યો છે. શ્રીકૃષ્ણનું સ્થાન કેવળ એમના ભક્તો અને સંતોના હૃદય સુધી મર્યાદિત નથી; એમની પ્રતિભા તો ભારતના (અને હવે તો વિશ્વના) કરોડો નરનારી પર અવિચળ છવાઈ ગઈ છે. સાહિત્ય, કલા, નૃત્ય, નાટ્ય, શિલ્પ કોઈ ક્ષેત્ર એવું નથી કે જેમાં શ્રીકૃષ્ણની જીવનગાથા ગૂંથાઈ ન હોય!
દેહોત્સર્ગ સુધીના અનેક દિવ્ય પ્રસંગો અને લીલાઓનું વર્ણન કર્યું છે. શ્રીકૃષ્ણ વસુદેવ અને દેવકીનું આઠમું સંતાન હતાં. તેમને જન્મદાતા માતાપિતાનો પ્રેમ બાળપણમાં ન મળ્યો પણ નંદ-યશોદા જેવા પાલક માતાપિતાએ એમના વાત્સલ્ય પર જે ઢોળ્યું છે એનો જગતમાં જોટો જડે એમ નથી. કંસ દ્વારા મોકલવામાં આવેલા અનેક રાક્ષસોનો, પૂતનાનો અને છેલ્લે કંસનો પણ વધ કરીને શ્રીકૃષ્ણએ પોતાનું અવતારકાર્ય નાનપણમાં જ પૂર્ણ કર્યું હતું!
મહાભારત ના યુદ્ધમાં અને યાદવાસ્થળીમાં સાક્ષીભાવે શ્રીકૃષ્ણએ જે ભૂમિકા ભજવી એ તો વિશ્વના ઇતિહાસની એક અજોડ ઘટના છે. કેવળ ભારતને જ નહીં, સમગ્ર વિશ્વની માનવજાતને કર્મ, જ્ઞાન અને ભક્તિનું તત્વજ્ઞાન સમજાવતી 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા' એ શ્રીકૃષ્ણની અમર અને સનાતન દેન છે, અતિ ઉત્કૃટ જીવન જીવી બતાવીને અતિ સહજ મૃત્યુને સ્વીકારનાર શ્રીકૃષ્ણ ભારતના આદર્શ યુગ પુરુષ છે.
ભગવાન શ્રીકૃષ્ણે જ્યાં જન્મ લીધો તે મથુરામાં, જ્યાં એમણે બાળપણ વિતાવ્યું તે ગોકુળ -વૃંદાવનમાં અને જ્યાં તેમણે યાદવોની રાજધાની સ્થાપી તે દ્વારિકા નગરી ઉપરાંત ભારતભરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી થાય છે. વાદ્ય સંગીત (બંસરી) અને નૃત્યકળા (રાસલીલા) માં શ્રીકૃષ્ણનું પ્રભુત્વ હતું તેથી તે નૃત્ય અને ગાનના દેવ પણ કહેવાય છે.
ગુજરાત ની વાત કરીએ તો કૃષ્ણભક્ત વૈષ્ણવો આ દિવસે ઉપવાસ કરે છે, ભજન કીર્તન કરે છે. દિનભર કૃષ્ણમંદિરોમાં શ્રીકૃષ્ણના જન્મોત્સવની પૂર્વ તૈયારી ચાલે છે અને રાત્રે 12:00 વાગે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી' ના ગગનભેદી નારા વચ્ચે શ્રીકૃષ્ણ જન્મોત્સવ વિધિનું દૃશ્ય હજારો ભક્તોની ઉપસ્થિતિમાં ઘંટનાદ સહ ઉજવાય છે.
હવે તો ટેલિવિઝન પર દ્વારકા, મથુરા વગેરેના શ્રીકૃષ્ણ મંદિરનાં આ દૃશ્યનું જીવંત પ્રસારણ થાય છે. ઉત્તર પ્રદેશમાં ગોપવેશધારી બાળ-બાળાઓ રાસલીલા ભજવે છે. મહારાષ્ટ્રમાં અને અન્ય સ્થળે ઉજવાતા દહીંહાંડી ના કાર્યક્રમમાં મહી ભરેલી મટકીઓ દોરડાથી બાંધીને લટકાવાય છે અને ગોવિંદા તરીકે ઓળખાતા શ્રીકૃષ્ણના સખા બનીને યુવકો માનવ પિરામિડ રચીને આ મહીની મટકીઓ ફોડે છે.
શ્રી કનૈયાલાલ મુનશી એ લખ્યું છે કે -
"અનેકવિધ વ્યક્તિત્વના ચિરંજીવ સ્મરણો આપણા માનસપટ પર અંકિત કરનાર શ્રીકૃષ્ણ મહાન હતા એટલું જ નહીં, એમનું જીવન પણ મહાન હતું. એમનું બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ સુસંવાદીત, સંપૂર્ણ અને સૌંદર્યમંડિત હતું. હજારો વર્ષ વીતી ગયાં છે છતાં આજે પણ માનવહૃદયમાં જેવું સ્થાન તેમણે પ્રાપ્ત કર્યું છે તેવું સ્થાન બીજા કોઈએ પ્રાપ્ત કર્યું નથી. પોતાના વિચક્ષણ અને અદ્દભુત બાળકનો વિચાર કરતી વખતે ભારતની કોઈપણ માતાને ‘બાલ ગોપાલ' સિવાય બીજો કોઈ શબ્દ સ્ફૂરે? શ્રીકૃષ્ણના નામ વિનાનું અને શ્રીકૃષ્ણની રાસલીલાના સ્મરણ સિવાયનું ગીત કે નૃત્ય ક્યાંથી હોય? શ્રીકૃષ્ણએ શીખવેલા અને પ્રસ્થાપિત કરેલાં સત્યો અગાઉ બીજા કોઈ ગુરુએ શીખવ્યાં ન હતા. શ્રીકૃષ્ણએ જેનો ઉપદેશ આપ્યો તે રહસ્ય કરતાં ઉચ્ચત્તમ રહસ્ય માનવજાતને અગાઉ કદી કહેવામાં આવ્યું ન હતું. તેમણે શ્રીમદ્દ ભગવદ્દ ગીતામાં જે સંદેશ આપ્યો છે તે શાશ્વત જીવનનો સંદેશ છે.”

શ્રીકૃષ્ણનું માનવજાત માટેનું પ્રદાન અનન્ય છે. અન્યાયનો સ્વીકાર ન કરવો અને જુલમીઓની સામે અદમ્ય જુસ્સાથી લડવું, છતાં શાંતિના સમયમાં માનવના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવું. કુરુક્ષેત્રના મેદાનમાં ગવાયેલી 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા' માત્ર કોઈ ધર્મ કે સંપ્રદાયની ન રહેતાં માનવધર્મની ઉદ્દગાતા બની રહી છે.
"કૃષ્ણમ્ વંદે જગદ્દગુરુમ“