-
પતેતી
પતેતી
15th August
ગુજરાત રાજ્ય અને મુંબઇ શહેર માં વસતા પારસીઓ પતેતીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. પતેતી પારસી વર્ષનો છેલ્લો દિવસ ગણાય છે. પતેતીનો અર્થ પશ્ચાતાપ કરવો એવો થાય છે. પારસીઓના ધર્મગ્રંથ અવેસ્તા માં પતેતીનું મહત્વ આપવામાં આવેલું છે. પતેતીના શુભદિવસે પારસી લોકો વર્ષ દરમિયાન કરેલી ભૂલોનો પશ્ચાતાપ કરીને શુદ્ધ થાય છે.
ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવા લગભગ 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. સૌ પ્રથમ તેઓ દીવ બંદરે ઉતર્યા જ્યાં તેમણે 19 વર્ષ ગાળ્યાં પણ પોર્ટુગીઝોના હુમલાથી કંટાળી દરિયાઇ માર્ગે તેઓ સંજાણ બંદરે ઉતર્યા અને જેમ દૂધમાં સાકર ભળે તેમ તેઓ ગુજરાતી સમાજમાં ભળી ગયા.
પારસીઓનો ઘણો મોટો સમુદાય ગુજરાતમાં વસે છે. દેશ અને દુનિયામાં વસવાટ કરતા પારસીઓ માટે પતેતી એ એમનું નવું વર્ષ છે. આ દિવસે અગિયારી નાં દર્શન કરવામાં આવે છે અને ગુરુને વંદન કર્યા બાદ એકબીજાનાં ઘરે જઈને નવા વર્ષની શુભકામના પાઠવવામાં આવે છે.
ગુજરાતમાં પારસી સમાજનો સૌથી વધુ વસવાટ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં છે. જોકે, પારસી સમાજની ગણના લુપ્ત થતા સમાજમાં થઇ રહી છે. સમગ્ર વિશ્વમાં પારસીઓની વસતી આશરે 80 હજાર હોવાનું જાણવા મળી રહ્યું છે. દેશના વિકાસમાં ઘણા પારસીઓએ પોતાનું યોગદાન આપેલું છે તેની સાથે સાથે ગુજરાતી નાટક, સાહિત્ય, સંસ્કૃતિ અને રંગમંચના ક્ષેત્રમાં પારસીઓનું યોગદાન ઘણું મોટું છે. જેમાં રતન ટાટા, હોમી ભાભા, ફિલ્ડમાર્શલ માણેકશાહ, મેડમકામા, દાદાભાઇ નવરોજી, સોલી સોરાબજી, નાની પાલખીવાલા અને સોલી નરિમાન નો સમાવેશ થાય છે.
પારસીઓના નવા વર્ષના આગલા દસ દિવસ ‘મુક્તાદ’ કહેવામાં આવે છે, જેમાં જે લોકો મૃત્યુ પામ્યાં હોય તેમની યાદમાં પ્રાર્થના કરવામાં આવે છે અને તે દસ દિવસ બાદ પતેતી ઉજવવામાં આવે છે અને તે પછીના દિવસે નવરોઝ ની એટલે કે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.
પારસીઓનો ધર્મ એટલે જરથોસ્તી ધર્મ, જેની સ્થાપના ઇ.સ. પૂર્વે 590 ની આસપાસ અષો જરથુષ્ટ્રે કરી હતી. તેમનો ધર્મગ્રંથ ‘અવેસ્તા’ અને પ્રાર્થના કરવાનું સ્થળ ‘અગિયારી’ કહેવાય છે. પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઇને આવ્યા હતા તેની ઉદવાડા ની અગિયારીમાં સ્થાપના કરેલી છે જે આતશબહેરામ ને નામે ઓળખાય છે. જેને નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવે છે.