ઝુબીન ગર્ગ મોત કેસમાં મોટો વળાંક
આસામના પ્રખ્યાત સિંગર ઝુબીન ગર્ગના મોત કેસમાં મોટો વળાંક આવ્યો છે. આરોપી સિંગર અમૃતપ્રભા મહંતને ગુવાહાટી હાઇકોર્ટમાંથી જામીન મળ્યા બાદ હાફલોંગ સબ-જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ 17 ઓક્ટોબર 2025થી જેલમાં બંધ હતા. કોર્ટે 50 હજાર રૂપિયાના બોન્ડ અને બે જામીન રકમ જમા કરવાની શરતે જામીન આપ્યા છે. ઝુબીન ગર્ગનું 19 સપ્ટેમ્બર 2025ના રોજ સિંગાપોરમાં મોત થયું હતું.
