ઉત્તર પ્રદેશ ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીને મોટો ફટકો
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટી (SP) ને મોટો ફટકો પડ્યો છે. અમેઠી ખાતેના એક કાર્યક્રમમાં SPના ત્રણ ધારાસભ્યો અભય સિંહ, રાકેશ પ્રતાપ સિંહ અને વિનોદ ચતુર્વેદીએ ભાજપનો ખેસ ધારણ કર્યો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ અભય સિંહે SP પર સનાતન વિરોધી હોવાનો અને ભરતીઓમાં ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો.
