રેલવેની ઓનલાઇનની જેમ કાઉન્ટર પરથી ખરીદેલી ટિકિટો પર પણ ઇન્શ્યોરન્સ મળશે
સુપ્રીમ કોર્ટે ભારતીય રેલવેને આદેશ આપ્યો છે કે 27 ઑક્ટોબરથી બે અઠવાડિયાની અંદર રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ખરીદવામાં આવતી ટિકિટો પર પણ ઓનલાઈન ટિકિટો જેવું જ વીમા કવચ પૂરું પાડવામાં આવે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે સામાન્ય નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. કોર્ટે રેલવેના ધીમા પ્રતિભાવ પર નારાજગી વ્યક્ત કરી હતી અને રેલવે બોર્ડના ચેરમેન તથા સભ્યોને 16 નવેમ્બરે કોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.
