ભરૂચમાં 24 કલાકમાં ચોરીનો ભેદ ઉકેલાયો: પાડોશી યુવકે જ કર્યો હતો 3.92 લાખની ચોરીનો ગુનો, તમામ મુદ્દામાલ કબજે
Published on: 23rd June, 2025
ભરૂચ શહેરના સુપર માર્કેટ સામેના ઘી કોળિયા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ડિવિઝન પોલીસે 24 કલાકમાં ઉકેલી લીધો. યુવક કુણાલ કામદેવ વસાવાની પોલીસે ધરપકડ કરી છે, જેમણે 20 જૂન 2025ની રાત્રે લોખંડની તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ તરીકે ₹3,92,770ની ચોરી કરી હતી. PI આર.એમ. વસાવા અને PSI એ.વી. શિયાળીયાની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી અને આરોપીનો પર્દાફાશ કર્યો. પોલીસે તેની પાસેથી સોનાની ચેઇન, પેન્ડલ, વીંટી અને રૂ.19,000 રોકડ કબજે કર્યા છે અને આરોપીને જેલમાં મોકલ્યો છે.