
ગાંધીનગરમાં બંધ મકાનમાં ચોરી: તસ્કરો સોનાની ચેઈન અને રોકડા મળી 6.50 લાખની મતા લઈ ફરાર
ગાંધીનગરના મગોડી ગામમાં એક બંધ મકાનમાંથી તસ્કરોએ 6.50 લાખની મતાની ચોરી કરી છે. મગોડી પ્રાથમિક શાળાની પાછળ રહેતા પંકજકુમાર પટેલ (58)ના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પંકજકુમારે 13 જૂને તેમની પત્ની મીનાક્ષીબેન અને માતા શાંતાબેનને અમદાવાદ બોપલ ખાતે રહેતા પુત્ર વિવેકને ત્યાં મોકલ્યા હતા. 14 જૂને બપોરે 12:30 વાગ્યે પંકજકુમાર પણ ઘરને તાળું મારી અમદાવાદ ગયા હતા. આજે સવારે 6:30 વાગ્યે તેમના ભાઈ જનકભાઈએ ફોન કરી જાણ કરી કે તેમના ઘરના તાળાં તૂટેલાં છે. પંકજકુમાર તેમના પરિવાર સાથે તરત જ મગોડી પહોંચ્યા હતા. ઘરની તપાસ કરતાં જાણવા મળ્યું કે તસ્કરોએ જાળી અને દરવાજાનાં તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ તિજોરી તોડીને તેમાંથી એક તોલાની સોનાની ચેઈન, જેની કિંમત રૂ.1 લાખ છે અને રોકડા રૂ.5.50 લાખ મળી કુલ રૂ.6.50 લાખની મતાની ચોરી કરી હતી. આ ઘટના અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગાંધીનગરમાં બંધ મકાનમાં ચોરી: તસ્કરો સોનાની ચેઈન અને રોકડા મળી 6.50 લાખની મતા લઈ ફરાર
