ગોધરામાં ટ્રક લોડિંગ મુદ્દે હિંસક ઘટના: ટ્રક ચાલકે વ્હીલ પાના વડે કર્યો હુમલો, પંચમહાલમાં દારૂ હેરાફેરી કેસમાં આરોપીના જામીન નામંજૂર
Published on: 23rd June, 2025
ગોધરા તાલુકાના ભામૈયા સ્થિત FCI ગોડાઉનમાં ટ્રક લોડિંગને લઇને ભડકતી હિંસક ઘટના બની છે. કાલોલના નાંદરખા ગામના વિક્રમસિંહ પરમાર પર સંતરામપુરના સદ્દામહુસૈન પઠાણે વ્હીલ પાના વડે હુમલો કર્યો. વિક્રમસિંહ અને પુત્ર સંજય અલગ-અલગ ટ્રક લઈને અનાજ ભરવા આવ્યા હતા. FCIના ઇન્ચાર્જ ચૌધરીની મંજૂરીથી વિક્રમસિંહે ટ્રક લોડિંગ માટે મુકેલી હતી, ત્યારે સદ્દામહુસૈન પોતાની ટ્રક મૂકી દીધી. વિક્રમસિંહ ફરિયાદ કરવા જતા સદ્દામહુસૈને ક્રોધથી હુમલો કર્યો. 21 જૂનના રોજ ગોધરા શહેર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ. બીજી બાજુ, પંચમહાલ સેશન્સ કોર્ટે દારૂ ગેરકાયદે હેરાફેરી કેસમાં ભૈરવસિંહ રાજપુતની જામીન અરજી નામંજૂર કરી છે. 28 ફેબ્રુઆરી 2025ના રોજ રૂ. 42.24 લાખના દારૂનો જથ્થો જપ્ત થયો હતો.

Published at: June 23, 2025
Read More at દિવ્ય ભાસ્કર