ટ્રમ્પે યુદ્ધ ખતમ કર્યાની જાહેરાત કરી, ઈરાને શરતો સાથે પુષ્ટિ કરી, દુનિયાને મળી રાહત
ટ્રમ્પે યુદ્ધ ખતમ કર્યાની જાહેરાત કરી, ઈરાને શરતો સાથે પુષ્ટિ કરી, દુનિયાને મળી રાહત
Published on: 15th June, 2026

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવાની જાહેરાત કરી છે. ઈરાનના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ આ કરારની પુષ્ટિ કરી છે, પરંતુ અમેરિકા પરના આર્થિક પ્રતિબંધો હટાવવા અને જપ્ત કરાયેલી સંપત્તિઓ મુક્ત કરવાની શરતો મૂકી છે. ટ્રમ્પે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Hormuz Strait) ને ટોલ-ફ્રી ખોલવાની અને નૌસેનાની ઘેરાબંધી હટાવવાની જાહેરાત કરી છે. આગામી ૧૯મી જૂને સત્તાવાર બેઠકમાં આગામી વાટાઘાટોની રૂપરેખા નક્કી થશે, જેનાથી વૈશ્વિક બજારને રાહત મળી છે.