અમેરિકા-ઈરાન શાંતિ કરાર: લેબેનોન યુદ્ધવિરામ અને ફંડ મુદ્દે ગૂંચવાડો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર: લેબેનોન યુદ્ધવિરામ અને ફંડ મુદ્દે ગૂંચવાડો
Published on: 15th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપિત કરવાના કરારમાં ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો બાકી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડીલ પૂર્ણ થયાની જાહેરાત કરી હતી, પરંતુ વાસ્તવિકતા અલગ છે. ઈરાન પરના આર્થિક પ્રતિબંધો, જપ્ત કરાયેલી સંપત્તિ અને ઈઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષ મુખ્ય મુદ્દા છે. લેબેનોનમાં ઈઝરાયેલની સૈન્ય કાર્યવાહીએ આ શાંતિ સમજૂતીને અટકાવી દીધી છે. ઈરાનની માંગ છે કે તમામ મોરચે લડાઈ બંધ થાય, પરંતુ ઈઝરાયલ પોતાના કડક વલણ પર અડગ છે.