મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ભડકો!
મિડલ ઈસ્ટ શાંત થયું ત્યાં રશિયા-યુક્રેન યુદ્ધમાં ભડકો!
Published on: 15th June, 2026

રશિયા-યુક્રેન યુદ્ધે ફરી એકવાર ભયાનક વળાંક લીધો છે. રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત અનેક સ્થળો પર મોટા પાયે હવાઈ હુમલો કર્યો, જેમાં પાંચ બચાવકર્મી સહિત નવ લોકોના મોત થયા. આ હુમલામાં યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સમાવિષ્ટ કિવના ઐતિહાસિક 'પેચેર્સ્ક લાવર મોન્ટેસરી' (મઠ) ઝપટમાં આવી ગયું, જેને ભારે નુકસાન થયું અને ભીષણ આગ લાગી. યુક્રેનના વડાપ્રધાને આને ઐતિહાસિક વારસા પર ક્રૂર હુમલો ગણાવ્યો.