અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી: વિશ્વના દિગ્ગજોના અભિપ્રાય અને પ્રતિક્રિયાઓ
અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી: વિશ્વના દિગ્ગજોના અભિપ્રાય અને પ્રતિક્રિયાઓ
Published on: 15th June, 2026

અમેરિકા અને ઈરાન વચ્ચે 107 દિવસના તણાવ બાદ ઐતિહાસિક શાંતિ સમજૂતી થઈ છે, જેના પર દુનિયાના ઘણા મોટા નેતાઓએ ખુશી વ્યક્ત કરી છે. ઈરાને 14 મુદ્દાના MoUની જાહેરાત કરી છે, જેના પર જિનેવા ખાતે મહોર લાગવાની છે. આ ડીલથી વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષાને નવી દિશા મળશે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, યુએન (UN) મહાસચિવ, ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન, તૂર્કીયેના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગન, જાપાનના વડાંપ્રધાન સનાએ તાકાઇચી અને પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે આ નિર્ણયને આવકાર્યો છે.