જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
જર્મનીના સ્ટેડ શહેરમાં આવેલા એક યુથ સેન્ટરમાં થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 5 લોકોના મોત થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને 2 શંકાસ્પદોની ધરપકડ કરી છે. હુમલાખોરોની સંખ્યા એકથી વધુ હોવાની ચર્ચા છે, જોકે પોલીસ તરફથી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હુમલાનું કારણ હજુ અજ્ઞાત છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને સ્ટેડ શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે.
જર્મનીમાં હાઈ-એલર્ટ: સ્ટેડ શહેરમાં અંધાધૂંધ ફાયરિંગમાં 5 લોકોના મોત
હોર્મુઝ પર અમારો જ કંટ્રોલ રહેશે, અમેરિકાની દખલગીરી સહન નહીં થાય: ઈરાનની ચેતવણી
અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીતની સમજૂતી છતાં હોર્મુજ જળમાર્ગ મુદ્દે મતભેદ યથાવત છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે આગામી એક મહિના સુધી હોર્મુજ પર ઈરાની સેનાનું નિયંત્રણ રહેશે અને જહાજોની દેખરેખ તેમજ ફી વસૂલવાનો અધિકાર ઈરાન જ રાખશે. તાજેતરના હુમલાઓ બાદ બંને દેશો દોહામાં ચર્ચા માટે તૈયાર થયા છે. બીજી તરફ અમેરિકા હોર્મુજ જળમાર્ગને કોઈપણ ફી વિના આંતરરાષ્ટ્રીય જહાજો માટે ખુલ્લો રાખવાની માંગ પર અડગ છે.
હોર્મુઝ પર અમારો જ કંટ્રોલ રહેશે, અમેરિકાની દખલગીરી સહન નહીં થાય: ઈરાનની ચેતવણી
ચીનમાં જિનપિંગની મોટી કાર્યવાહી: અનેક શક્તિશાળી લશ્કરી કમાન્ડરો અને નેતાઓની હકાલપટ્ટી
ચીનમાં રાજકીય અને લશ્કરી સ્તરે મોટી ઉથલપાથલ મચી છે. દેશની ટોચની કાયદાકીય સંસ્થા 'નેશનલ પીપલ્સ કોંગ્રેસ'માંથી 6 મુખ્ય લશ્કરી કમાન્ડરો અને 2 મોટા નેતાઓને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા છે. આ પગલાં પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ કરાયું નથી, પરંતુ તેને રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો વિસ્તૃત ભાગ માનવામાં આવી રહ્યું છે. આ હકાલપટ્ટીમાં હથિયાર વિકાસ વિભાગના વડા જનરલ શૂ શ્યુછિયાંગ જેવા મોટા નામો પણ સામેલ છે.
ચીનમાં જિનપિંગની મોટી કાર્યવાહી: અનેક શક્તિશાળી લશ્કરી કમાન્ડરો અને નેતાઓની હકાલપટ્ટી
રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ
અયોધ્યા રામ મંદિરના ચઢાવાની ચોરી કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે અને SBI, કેનરા બેંક, બેંક ઓફ બરોડા સહિત 6થી 7 બેંકોને નોટિસ પાઠવી છે. ટ્રસ્ટના ખાતા, લોકર અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે. દાનની રકમની હેરફેરનો માર્ગ શોધવા તપાસ ચાલી રહી છે. SBIના બે કર્મચારીઓ સહિત કેશ હેન્ડલિંગ સાથે જોડાયેલા સ્ટાફની પૂછપરછ શરૂ થઈ છે. પોલીસે CCTV ફૂટેજ અને બેંક દસ્તાવેજોની પણ તપાસ હાથ ધરી છે.
રામ મંદિર ચઢાવા ચોરી વિવાદ બેન્કિંગ સિસ્ટમ સુધી પહોંચ્યો, 6 બેંકોને પોલીસની નોટિસ
કાળઝાળ ગરમીથી 1000 મોત થતાં ફ્રાંસે US પર કર્યો આક્ષેપ
યુરોપમાં ભયંકર હીટવેવ વચ્ચે ફ્રાન્સમાં 1,000થી વધુ લોકોના મોત થયા છે અને તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચ્યું છે. અમેરિકી પ્રવાસીઓએ ફ્રેન્ચ લોકો પાસે એસી ન હોવાની મજાક ઉડાવતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેના જવાબમાં ફ્રાન્સના અધિકારીઓએ ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જન માટે અમેરિકાને જવાબદાર ગણાવ્યું. ફ્રાન્સમાં માત્ર 25 ટકા લોકો પાસે જ એસી છે, જ્યારે ત્યાં પરંપરાગત રીતે ACનો ઓછો ઉપયોગ કરવામાં આવે છે.
કાળઝાળ ગરમીથી 1000 મોત થતાં ફ્રાંસે US પર કર્યો આક્ષેપ
ઈરાન-અમેરિકા હુમલા નહીં કરવા સંમત આ સપ્તાહે હોર્મુઝ અંગે દોહામાં મંત્રણા
અમેરિકા-ઈરાન યુદ્ધવિરામને માત્ર 11 દિવસ થયા હોવા છતાં તેની સ્થિરતા પર સવાલો ઊભા થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પની કડક ચેતવણી બાદ તણાવ ફરી વધ્યો છે. બંને દેશો હાલ પરસ્પર હુમલા અને ધમકીભર્યા નિવેદનોથી દૂર રહેવા સંમત થયા છે. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર, અમેરિકી પ્રતિબંધો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ જેવા મુદ્દાઓ પર દોહામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાવાની છે. બંને પક્ષો વચગાળાની શાંતિ જાળવી રાખીને વિવાદોના ઉકેલ માટે ચર્ચા કરી રહ્યા છે.
ઈરાન-અમેરિકા હુમલા નહીં કરવા સંમત આ સપ્તાહે હોર્મુઝ અંગે દોહામાં મંત્રણા
વર્લ્ડ કપ વચ્ચે એક ટીમના એક કેપ્ટન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ!
ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર દેખાવ કરનાર કેપ વર્ડે ટીમના કેપ્ટન રયાન મેન્ડિસ પર બળાત્કારનો ગંભીર આરોપ લાગતાં ટીમ મુશ્કેલીમાં આવી છે. ન્યૂઝીલેન્ડ પોલીસે માર્ચ 2026ની ઘટનાની તપાસ શરૂ કરી છે, જોકે હજુ સુધી કોઈ ઔપચારિક આરોપ નોંધાયો નથી. ફરિયાદ બ્રાઝિલની એક અનુવાદકે કરી છે. ફિફાએ મામલાને ગંભીર ગણાવી તપાસમાં સહયોગની વાત કરી છે, જ્યારે કેપ વર્ડે ફૂટબોલ મહાસંઘે હજુ કોઈ નિવેદન આપ્યું નથી. હવે ટીમની તૈયારીઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે.
વર્લ્ડ કપ વચ્ચે એક ટીમના એક કેપ્ટન પર લાગ્યો દુષ્કર્મનો આરોપ!
અમદાવાદની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો, વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટ્યો
અમદાવાદના નિકોલ સ્થિત ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીને શિક્ષકે લાફો મારતાં તેના ડાબા કાનનો પડદો ફાટી ગયો હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. તબીબી તપાસમાં કાનને ગંભીર ઈજા અને ઓપરેશનની શક્યતા જણાઈ છે. વિદ્યાર્થીના પિતાએ કૃષ્ણનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી શરૂ કરી છે. શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકે પોતાની ભૂલ સ્વીકારી છે, જ્યારે વાલીએ જવાબદારી નક્કી કરી કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અમદાવાદની સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર્યો લાફો, વિદ્યાર્થીનો કાનનો પડદો ફાટ્યો
ભારત સામે ઐતિહાસિક જીત બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું
ભારત સામેની T20I સિરીઝમાં ઐતિહાસિક જીત મેળવ્યાના 24 કલાકની અંદર જ આયર્લેન્ડ ટીમના હેડ કોચ હેનરિક મલાને પોતાના પદ પરથી રાજીનામું આપીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. તેઓ છેલ્લા 4 વર્ષથી વધુ સમયથી આ ભૂમિકામાં હતા. તેમનો આ નિર્ણય T20I માં ભારત સામે આયર્લેન્ડની ઐતિહાસિક 2-0 ની જીત બાદ આવ્યો છે. આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગેરી વિલ્સનને નવા હેડ કોચ તરીકે નિયુક્ત કર્યા છે. મલાનનો કોન્ટ્રાક્ટ 2027 સુધીનો હતો, પરંતુ આગામી વનડે વર્લ્ડ કપ માટે નવા કોચના આગમનનો આ યોગ્ય સમય છે તેમ તેઓ માને છે.
ભારત સામે ઐતિહાસિક જીત બાદ આયર્લેન્ડના હેડ કોચ હેનરિક મલાને રાજીનામું આપ્યું
અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
અમદાવાદ ગ્રામ્ય SOG દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરાયેલા બ્લડ યુનિટ્સની ગુણવત્તા નબળી હોવાની પુષ્ટિ થઈ છે, જે માનવ જીવન માટે અત્યંત જોખમી છે. આ નબળી ગુણવત્તાવાળું બ્લડ મહારાષ્ટ્રની લગભગ 8 જેટલી બ્લડ બેંકોમાં સપ્લાય કરાતું હતું. FSL, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જોડાઈ છે. આ કૌભાંડમાં ચાર આરોપીઓની ધરપકડ કરાઈ છે.
અમદાવાદ પ્લાઝમા ભેળસેળ કૌભાંડ: મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા તાર, અનેક બ્લડ બેંકો શંકાના દાયરામાં
સેશેલ્સની સંસદમાં PM મોદીએ કર્યો સમોસાં, ચટણી અને ગરબાનો ઉલ્લેખ! ભારતની મિત્રતાનો આપ્યો ભરોસો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધતા ભારત-સેશેલ્સ વચ્ચેના 250 વર્ષ જૂના સાંસ્કૃતિક સંબંધો અને 50 વર્ષના રાજદ્વારી સંબંધોને વધુ મજબૂત ગણાવ્યા હતા. તેમણે બંને દેશોની વિવિધતામાં એકતા, સમોસા, ચટણી, દીપાવલી, થાઈ પોંગલ અને નવરાત્રિ જેવા સાંસ્કૃતિક જોડાણોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ભારતને સેશેલ્સનો વિશ્વસનીય ભાગીદાર ગણાવી વિકાસમાં સતત સહયોગનું આશ્વાસન આપ્યું. હાલમાં સેશેલ્સમાં આશરે 5,000 ભારતીય મૂળના લોકો મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
સેશેલ્સની સંસદમાં PM મોદીએ કર્યો સમોસાં, ચટણી અને ગરબાનો ઉલ્લેખ! ભારતની મિત્રતાનો આપ્યો ભરોસો
ખામેનેઈની અંતિમ સફર માટે ભારત મોકલી રહ્યું છે પોતાના બે ખાસ દૂતો!
ઈરાનના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર કાર્યક્રમો 4 જુલાઈ 2026થી શરૂ થશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ભારત તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્ય મંત્રી પબિત્રા માર્ગેરિટા હાજરી આપશે. 4 થી 9 જુલાઈ દરમિયાન ઈરાનના વિવિધ શહેરોમાં અંતિમ સંસ્કારના કાર્યક્રમો યોજાશે, જેમાં લાખો લોકો અને વિદેશી VIP મહેમાનો ઉપસ્થિત રહેશે. ઈરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલ્યું હતું. અમેરિકા-ઈઝરાયેલના એરસ્ટ્રાઈકમાં ખામેનેઈનું મોત થયું હતું.
ખામેનેઈની અંતિમ સફર માટે ભારત મોકલી રહ્યું છે પોતાના બે ખાસ દૂતો!
કોલંબોની હોટલમાં ભારત-પાકિસ્તાનની ગુપ્ત બેઠક?
ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોલંબોમાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી કહેવાતી બેઠક કોઈ સત્તાવાર વાટાઘાટ નહોતી, પરંતુ 'ટ્રેક-II ડાયલોગ' જેવી ખાનગી અને અસત્તાવાર ચર્ચા હતી. વિદેશ સચિવ વિક્રમ મિસ્રીએ જણાવ્યું કે આવા કાર્યક્રમોમાં નિવૃત્ત અધિકારીઓ અને નિષ્ણાતો વ્યક્તિગત ક્ષમતામાં ભાગ લે છે અને તેઓ સરકારનું પ્રતિનિધિત્વ કરતા નથી. મીડિયા અહેવાલો મુજબ બેઠકમાં સરહદી સુરક્ષા, આતંકવાદ, પાણીની વહેંચણી અને ભવિષ્યમાં લશ્કરી તણાવ ટાળવાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
કોલંબોની હોટલમાં ભારત-પાકિસ્તાનની ગુપ્ત બેઠક?
ભારતમાં LPG ઉત્પાદનમાં 54% વૃદ્ધિ!
હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ સામાન્ય બનતાં ભારતીય LPG જહાજોએ કોઈ ટોલ વિના અવરજવર કરી હોવાનું કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું. ઈરાન સંકટ દરમિયાન સરકારે રિફાઇનરીઓમાં ફેરફારો કરીને LPG ઉત્પાદન 35થી વધારી 54 TMT પ્રતિ દિવસ કર્યું. ઉપરાંત અલ્જીરિયા, જાપાન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી વૈકલ્પિક સપ્લાય મેળવી આયાતમાં વૈવિધ્ય લાવ્યું. આ પગલાંથી દેશમાં ઊર્જા પુરવઠો સતત જાળવી રાખી ગ્રાહકોને ગેસની અછતથી બચાવવામાં સફળતા મળી.
ભારતમાં LPG ઉત્પાદનમાં 54% વૃદ્ધિ!
અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત યુવકનો યુવતીની છેડતીનો આરોપ
અમદાવાદના નિકોલમાં દારૂના નશામાં ધૂત એક યુવકે જાહેરમાં રોડ પર હંગામો મચાવ્યો હતો. એક યુવતીની છેડતીના આરોપ બાદ સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો યુવકને માર મારતા અને પકડી રાખતા દેખાય છે. ચાણક્ય સ્કૂલ નજીક યુવકે યુવતીની બાઈકને કાર ટક્કર માર્યા બાદ આ ઘટના બની હતી. રોષે ભરાયેલા લોકોએ યુવકને પોલીસને સોંપ્યો હતો. પોલીસે પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના નિકોલમાં નશામાં ધૂત યુવકનો યુવતીની છેડતીનો આરોપ
ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પ્રતિબંધ: બાળકો એપ્સ વાપરવા અપનાવે છે ટ્રીક!
ઓસ્ટ્રેલિયા સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવતા રોકવા કડક નિયમો લાગુ કર્યા છે. તેમ છતાં, બાળકો ખોટી ઉંમર બતાવીને કે ફેક સેલ્ફી અપલોડ કરીને આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારે નિયમોનો ભંગ કરનાર સોશિયલ મીડિયા કંપનીઓ પર દંડની રકમ બમણી કરી દીધી છે. હવે મહત્તમ દંડ 9.9 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (₹823 કરોડથી વધુ) સુધીનો થઈ શકે છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ, સ્નેપચેટ અને ટિકટોક જેવી મોટી કંપનીઓ પર પણ કડક નજર રાખવામાં આવી રહી છે.
ઓસ્ટ્રેલિયામાં સોશિયલ મીડિયા પ્રતિબંધ: બાળકો એપ્સ વાપરવા અપનાવે છે ટ્રીક!
સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
સુરતના નાસીરનગર ડિમોલિશન મામલે રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સ્વીકાર્યું કે મકાનો કોઈ સત્તાવાર મંજૂરી વગર તોડી પાડવામાં આવ્યા હતા. ટોરેન્ટ પાવરે જણાવ્યું કે તેમને માત્ર ટેલિફોનિક સૂચના મળી હતી. હાઈકોર્ટે કોર્પોરેશન અને અધિકારીઓની ભૂમિકા પર આકરા સવાલો ઉઠાવી કાયદાકીય પ્રક્રિયા વિના કાર્યવાહી બદલ ઠપકો આપ્યો. સરકારે તપાસ શરૂ હોવાનું જણાવ્યું છે, જ્યારે 26 પીડિતોએ રાજ્ય સરકાર, મનપા, પોલીસ અને ટોરેન્ટ પાવર સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
સરકારની કબૂલાત: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના સુરતમાં થયું મેગા ડિમોલિશન!
સુરતમાં 30 સેકન્ડમાં 30 લાખના દાગીના ચોરી
સુરતના મહિધરપુરા વિસ્તારમાં સાંધા જ્વેલર્સમાંથી એક બંગાળી કારીગરે માત્ર 30 સેકન્ડમાં 30.42 લાખ રૂપિયાના સોનાના દાગીના અને હીરાની ચોરી કરી ફરાર થઈ ગયો. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. કારીગર સંજીબ, જે અગાઉ પણ 5 વર્ષ કામ કરી ચૂક્યો હતો, તેણે ગ્રાહકોના દાગીના પોતાના લોકરમાંથી ચોરી લીધા. મેનેજર ઉપર ગયાની સાથે જ તેણે ચોરીને અંજામ આપ્યો. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
સુરતમાં 30 સેકન્ડમાં 30 લાખના દાગીના ચોરી
અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં રથયાત્રા પહેલાં બે જૂથો વચ્ચે થયેલી અથડામણે ભારે ચકચાર મચાવી છે. જૂની અદાવતમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો વણસતા બંને પરિવારો આમને-સામને આવી ગયા હતા. આ દરમિયાન મહિલાઓ વચ્ચે પણ ઝપાઝપી થઈ, જેમાં એક મહિલાને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાઈ. પોલીસે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, વાયરલ થયેલા પથ્થરમારાના વીડિયોમાં FIRમાં ઉલ્લેખ ન હોવાથી સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે તપાસ બાદ કાર્યવાહીની ખાતરી આપી છે.
અમદાવાદમાં રથયાત્રા પહેલા દરિયાપુરમાં જૂથ અથડામણ
અરુણાચલ પ્રદેશમાં ચીનનો ગેરકાયદેસર કબ્જો!
અરુણાચલ પ્રદેશના અપર સુબનસિરી જિલ્લામાં 'નાહ' આદિવાસી સમુદાયે ગંભીર આરોપ લગાવ્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પાસે ભારતીય જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવી રહી છે. આદિવાસી સંગઠન 'નાહ વેલ્ફેર સોસાયટી' મુજબ, છેલ્લા 6 વર્ષમાં ચીની સેનાએ પૂર્વજોની ખેતીલાયક જમીન અને ગોચર ભૂમિના મોટા હિસ્સા પર કબજો કર્યો છે. 2020 પછી ચીનની આક્રમકતા વધી છે. સમુદાયે પાંચ વ્યૂહાત્મક વિસ્તારોમાં ચીનની ગતિવિધિઓ વધી હોવાનો દાવો કર્યો છે.
અરુણાચલ પ્રદેશમાં ચીનનો ગેરકાયદેસર કબ્જો!
અમેરિકાને જેનો ડર હતો ચીને એ જ કરી બતાવ્યું, શક્તિશાળી AI મોડલ તૈયાર
ચીનની AI સ્ટાર્ટઅપ Zhipu AIએ GLM-5.2 નામનું નવું ઓપન-વેટ મોડેલ લોન્ચ કરીને અમેરિકન કંપની Anthropicના 'Mythos' મોડેલને સાયબર સુરક્ષા અને સોફ્ટવેર કોડિંગમાં સીધી ટક્કર આપી છે. જોકે સામાન્ય રીઝનિંગમાં તે હજુ OpenAI અને Anthropicથી પાછળ છે. સસ્તું અને કાર્યક્ષમ હોવાથી આ મોડેલ વૈશ્વિક બજારમાં ઝડપથી લોકપ્રિય બની શકે છે. જોકે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઓપન-વેટ ટેક્નોલોજીનો દુરુપયોગ સાયબર ગુનેગારો કરી શકે છે.
અમેરિકાને જેનો ડર હતો ચીને એ જ કરી બતાવ્યું, શક્તિશાળી AI મોડલ તૈયાર
સાઉથ કોરિયામાં ડોગ મીટ પર પ્રતિબંધ પહેલા 4 લાખથી વધુ કૂતરા 'ગાયબ'
દક્ષિણ કોરિયામાં ફેબ્રુઆરી 2027થી શ્વાનના માંસના વેપાર અને કતલ પર સંપૂર્ણ કાયદાકીય પ્રતિબંધ અમલમાં આવવાનો છે. જોકે, પ્રતિબંધ લાગુ થાય તે પહેલાં અંદાજે 4.5 લાખ શ્વાનોમાંથી માત્ર 20 હજાર જ બચ્યા હોવાનું સામે આવ્યું છે. બાકીના લાખો શ્વાનોનું કોઈ સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ નથી. પશુ અધિકાર સંસ્થાઓનો આરોપ છે કે સરકારી વળતર મેળવવા અને નવા કાયદાથી બચવા માટે અનેક ફાર્મ સંચાલકોએ મોટા પાયે શ્વાનોની કતલ કરી નાખી છે.
સાઉથ કોરિયામાં ડોગ મીટ પર પ્રતિબંધ પહેલા 4 લાખથી વધુ કૂતરા 'ગાયબ'
અયોધ્યાના વકીલોનો નિર્ણય: રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં આરોપીઓનો કેસ નહીં લડે.
અયોધ્યામાં રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં અયોધ્યાના વકીલોએ એક મહત્વનો નિર્ણય લીધો છે. ફૈઝાબાદ બાર એસોસિએશન દ્વારા યોજાયેલી બેઠકમાં નક્કી થયું કે પ્રસાદ ચોરીના આરોપીઓનું પ્રતિનિધિત્વ કોઈ પણ વકીલ કરશે નહીં. આ કેસમાં કુલ આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે. SIT તેમની પૂછપરછ અને તપાસ કરી રહી છે, જેમાં તેમના ઘરોમાંથી મોટી રકમ મળી આવી છે.
અયોધ્યાના વકીલોનો નિર્ણય: રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં આરોપીઓનો કેસ નહીં લડે.
40°C તાપમાન: ભારતમાં સામાન્ય હોવા છતાં, યુરોપમાં જીવલેણ
યુરોપમાં હાલ કાળઝાળ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. ભારતમાં 40°C તાપમાન સામાન્ય હોવા છતાં યુરોપમાં તે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. ફ્રાન્સમાં 1,000થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે જર્મની, બ્રિટન અને સ્વીડન જેવા દેશો પણ પ્રભાવિત છે. યુરોપના ઠંડીને ધ્યાનમાં રાખીને બનેલા મકાનો ગરમીને અંદર જાળવી રાખે છે, જે ઘરની અંદર 50°C જેવી અસહ્ય ગરમીનો અનુભવ કરાવે છે. યુરોપમાં AC અને પંખાનો ઉપયોગ ઓછો હોવાથી લોકો લાચાર બન્યા છે. વધુમાં, યુરોપિયનોની આનુવાંશિકતા ઠંડી સહન કરવા માટે વિકસિત થઈ છે, ગરમી સામે લડવાની તેમની શારીરિક ક્ષમતાનો અભાવ છે.
40°C તાપમાન: ભારતમાં સામાન્ય હોવા છતાં, યુરોપમાં જીવલેણ
ફિલ્મી ઢબે પીછો, હોન્ડા સિટીમાંથી ₹1.68 લાખનો દારૂ ઝડપાયો
અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતી એક શંકાસ્પદ હોન્ડા સિટી કારનો ફિલ્મી ઢબે પીછો કરી રોકી હતી. કારચાલક પોલીસને ટક્કર મારી ખેતરોમાં ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 984 બોટલો અને ટીન મળી કુલ ₹1.68 લાખનો દારૂ અને ₹7.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર બુટલેગરને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
ફિલ્મી ઢબે પીછો, હોન્ડા સિટીમાંથી ₹1.68 લાખનો દારૂ ઝડપાયો
એક રખડતા કૂતરાની ભૂલ, ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે યુદ્ધનું કારણ બની
1925માં એક રખડતા કૂતરાના કારણે ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે 'ધ વૉર ઑફ ધ સ્ટ્રે ડૉગ' તરીકે ઓળખાતું યુદ્ધ થયું. એક ગ્રીક સૈનિક પોતાના કૂતરાને બચાવવા બલ્ગેરિયાની સરહદમાં પ્રવેશ્યો, જ્યાં તેને ગોળી મારવામાં આવી. ગ્રીસના સરમુખત્યાર જનરલ પેંગાલોસે તેને રાષ્ટ્રીય અપમાન ગણી બલ્ગેરિયાને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું. બલ્ગેરિયાના ઈનકાર બાદ ગ્રીસે આક્રમણ કર્યું. લીગ ઓફ નેશન્સની દરમિયાનગીરીથી યુદ્ધ અટક્યું, અને ગ્રીસ પર ભારે દંડ ફટકારાયો.
એક રખડતા કૂતરાની ભૂલ, ગ્રીસ અને બલ્ગેરિયા વચ્ચે યુદ્ધનું કારણ બની
સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ચોરી જનાર બે મહિલાઓને અટલાદરા પોલીસે સફળતાપૂર્વક ઝડપી પાડી છે. આ ઘટના 31મી મેના રોજ બની હતી જ્યારે પૂનમના દિવસે દર્શન માટે આવેલા એક પરિવાર સાથે આ ચોરી થઈ હતી. પોલીસે ચોરી થયેલ 6.48 ગ્રામ વજનનું મંગળસૂત્ર આરોપી મહિલાઓ પાસેથી કબજે લીધું છે. ઝડપાયેલી મહિલાઓની ઓળખ સુભદ્રાબેન ભરતભાઈ દંતાણી અને જ્યોતિબેન જયેશભાઈ દંતાણી તરીકે થઈ છે, જેઓ અમદાવાદના રહેવાસી છે.
સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થી મહિલાનો મંગળસૂત્ર ચોરનાર બે મહિલા ઝડપાઈ
સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.પ્રાપ્ત માહિતી મુજબ કંડારી ગામમાં રહેતા સુજલ અશોકભાઈ વસાવાએ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ આ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી પોતાની બાઈક પર બેસાડી ફાગવેલ લઈ ગયો હતો જ્યાં તેણે સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ યુવકે લગ્ન નહીં કરતા આખરે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સગીરાને પ્રેમ જાળમાં ફસાવી યુવાને વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
રશિયામાં Fuel Shortage: યુક્રેન ડ્રોન હુમલા બાદ પેટ્રોલ પંપો પર લાંબી કતાર
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર હવે રશિયાના સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દેખાઈ રહી છે, જ્યાં Fuel Supply Shortage 2026 ની ગંભીર સમસ્યા સર્જાઈ છે. રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને સ્વીકાર્યું છે કે યુક્રેનના ડ્રોન હુમલાઓને કારણે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની અછત જોવા મળી રહી છે, જેના પરિણામે Petrol Pumps પર લાંબી લાઇનો લાગી છે. તેમણે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો છે.
રશિયામાં Fuel Shortage: યુક્રેન ડ્રોન હુમલા બાદ પેટ્રોલ પંપો પર લાંબી કતાર
અમદાવાદના નારણપુરામાં પોલીસ ચોકી નજીક મારામારી, વાઈરલ વીડિયો બાદ પોલીસ તપાસ
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દર્પણ છ રસ્તા નજીક થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PI એ જણાવ્યું કે, પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, પરંતુ ઈજાગ્રસ્તોની પ્રાથમિક વિગતો નોંધાઈ છે. ભોગ બનનાર પક્ષ ફરિયાદ નોંધાવશે. તપાસમાં જાણવા મળ્યું કે, મારામારી કરનારા રીઢા ગુનેગાર નહોતા, પરંતુ દારૂના નશામાં જાહેર રસ્તા પર ગાળાગાળી કરનાર યુવકથી ઉશ્કેરાઈને સ્થાનિકોએ માર માર્યો હતો. પોલીસે વીડિયો અને સ્થાનિકોના નિવેદનના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નારણપુરામાં પોલીસ ચોકી નજીક મારામારી, વાઈરલ વીડિયો બાદ પોલીસ તપાસ
અરુણાચલ પ્રદેશમાં PLA ઘૂસણખોરી અંગે આદિવાસી સંગઠનની ચિંતા વ્યક્ત
અરુણાચલ પ્રદેશના નાહ આદિવાસી સમુદાયે ઉપલા સુબાનસિરી જિલ્લામાં ચીની પીપલ્સ લિબરેશન આર્મી (PLA) દ્વારા કથિત ઘૂસણખોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સ્થાનિક નાહ વેલ્ફેર સોસાયટી (NWS) અનુસાર, છેલ્લા છ વર્ષમાં PLA એ તેમની પરંપરાગત જમીનો પર કબજો જમાવ્યો છે. NWS એ ઉપલા સુબાનસિરીના ડેપ્યુટી કમિશનરને સુપરત કરાયેલા મેમોરેન્ડમમાં પાંચ સ્થળોએ ચીની અતિક્રમણનો આરોપ લગાવ્યો છે, જે ટાક્સિંગ રેવન્યુ સર્કલ હેઠળ આવે છે. સંગઠનનો દાવો છે કે ચીની સરકાર વ્યૂહાત્મક સ્થળો પર કબજો કરીને પ્રદેશ પર નિયંત્રણ વધારી રહી છે.