ઈલિનોયના હિન્દુ મંદિર પર હુમલાના કાવતરા બાદ ભારતે વ્યક્ત કરી ચિંતા
અમેરિકાના ઈલિનોય રાજ્યના ઓરોરા શહેરમાં એક હિન્દુ મંદિરને ટાર્ગેટ કરીને મોટા પાયે ગોળીબાર કરવાનું ષડયંત્ર રચાયું હોવાના અહેવાલો બાદ ભારતે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે આ ઘટનાને હિન્દુ વિરોધી અને વંશીય ભેદભાવપૂર્ણ ગણાવી છે. આ કથિત ષડયંત્રના સંદર્ભમાં 19 વર્ષના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે.
