બ્રાઝિલમાં 40-કલાકના કાર્ય સપ્તાહને મંજૂરી
બ્રાઝિલની સંસદે અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવાના બંધારણીય સુધારાને મંજૂરી આપી છે, જે 3 કરોડથી વધુ કામદારોને લાભ કરશે. આ નિર્ણયથી 6 દિવસીય કામકાજ પદ્ધતિનો અંત આવશે અને કામના કલાકો 44થી ઘટીને 40 થશે. ટિકટોક પર શરૂ થયેલા 'લાઈફ બિયોન્ડ વર્ક' અભિયાનથી પ્રેરાઈને લેવાયેલા આ પગલાંથી કર્મચારીઓના સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડશે.
