પાકિસ્તાનમાં શાળાની છત ધરાશાયી થતાં 28 બાળકોના મોત
ખૈબર પખ્તુનખ્વાના પાટનગર પેશાવરમાં એક શાળાની ત્રણ માળની ઇમારતની છત ધરાશાયી થતાં 28 વિદ્યાર્થીઓના મોત થયા છે, જેમાં તમામ 13 વર્ષથી ઓછી ઉંમરના હતા. આ દુર્ઘટનામાં એક શિક્ષિકાનું પણ મૃત્યુ થયું છે અને ઓછામાં ઓછા 25 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રાહત અને બચાવ કાર્ય માટે સેનાને બોલાવવામાં આવી છે અને શાળા સંચાલકની ધરપકડ કરાઈ છે.
