અરબ સાગરમાં યુએસ નેવીનું MH-60S સીહોક હેલિકોપ્ટર ક્રેશ
અરબ સાગરમાં યુએસ નેવીનું MH-60S સીહોક હેલિકોપ્ટર ક્રેશ
Published on: 02nd July, 2026

અરબ સાગરમાં યુએસ નેવીના MH-60S સીહોક હેલિકોપ્ટરનું કટોકટીમાં ઇમરજન્સી વૉટર લેન્ડિંગ કરાવવું પડ્યું. 'યુએસએસ જ્યોર્જ એચ.ડબલ્યુ. બુશ' પરથી ઉડાન ભર્યા બાદ તકનીકી ખામી સર્જાતા આ દુર્ઘટના બની. ચાર ક્રૂ મેમ્બર્સમાંથી ત્રણને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક જવાન હજી પણ ગુમ છે. યુએસ નેવી દ્વારા ગુમ થયેલા સભ્યની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. હેલિકોપ્ટર પર કોઈ હુમલો થયો હોય તેવા સંકેત નથી.