રશિયાના બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી કીવમાં હાહાકાર, પોલેન્ડ હાઈ એલર્ટ પર
રશિયાના બેલેસ્ટિક મિસાઈલ હુમલાથી કીવમાં હાહાકાર, પોલેન્ડ હાઈ એલર્ટ પર
Published on: 02nd July, 2026

રશિયા-યુક્રેન યુદ્ધના ભયાનક વળાંકમાં, રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર ભયાનક હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ડઝનબંધ ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો ઉપયોગ થયો, જેના કારણે સમગ્ર યુક્રેનમાં ગભરાટ ફેલાયો છે. કીવના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું અને આગ લાગી. રહેણાંક ઈમારતો અને એમ્બ્યુલન્સ સ્ટેશન પણ નિશાન બન્યા. હુમલાને પગલે પડોશી દેશ પોલેન્ડે પણ પોતાની સરહદો પર હાઈ ઍલર્ટ જાહેર કર્યું છે, જે યુદ્ધના વધુ ઉગ્ર બનવાના સંકેત આપી રહ્યું છે.