મેક્સિકોની ફિફા વર્લ્ડ કપ જીત બાદ ઉજવણી માતમમાં ફેરવાઈ!
મેક્સિકોની ફિફા વર્લ્ડ કપ જીત બાદ ઉજવણી માતમમાં ફેરવાઈ!
Published on: 02nd July, 2026

ફિફા વર્લ્ડ કપ 2026માં ઇક્વાડોર સામે મેક્સિકોની ઐતિહાસિક જીત બાદ મેક્સિકો સિટીમાં ઉજવણી દરમિયાન ભારે ભીડ સર્જાતા 4 ફૂટબોલ ફેન્સના ગૂંગળામણથી દુઃખદ મોત થયા. મેક્સિકોની 2-0ની જીત બાદ હજારો પ્રશંસકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 'એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' સ્મારક પાસે એકત્ર થયેલી અતિશય ભીડમાં 2 મહિલાઓ અને 2 પુરુષો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, જેમને બચાવી શકાયા નહોતા. મેયર દ્વારા નાગરિકોને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા અપીલ કરાઈ.