અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રેકોર્ડ ઘટાડો
અમેરિકામાં મિડ-ટર્મ ચૂંટણીમાં મોટા ઉલટફેરના એંધાણ! ઈરાન સંઘર્ષ બાદ ટ્રમ્પની લોકપ્રિયતામાં રેકોર્ડ ઘટાડો
Published on: 23rd April, 2026

અમેરિકામાં યોજાનારી આગામી મિડટર્મ ચૂંટણીઓ પહેલા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રાફમાં મોટો ઘટાડો નોંધાયો છે. રોઇટર્સ-ઇપ્સોસ, વેરાસાઇટ અને AP-NORC દ્વારા કરવામાં આવેલા તાજેતરના પોલ્સ દર્શાવે છે કે, ટ્રમ્પનું એપ્રૂવલ રેટિંગ ઘટીને 33% થી 36% ની વચ્ચે આવી ગયું છે, જે તેમના અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરો પૈકીનું એક છે. AP-NORC ના સર્વે મુજબ, 10 માંથી 7 અમેરિકનો માને છે કે દેશનું અર્થતંત્ર નબળું છે. ટ્રમ્પના અર્થતંત્ર પ્રત્યેના નિર્ણયોને માત્ર 30% લોકોએ જ સમર્થન આપ્યું છે, જે માર્ચમાં 38% હતું.