ઇટાલીમાં બૈસાખી ઉત્સવમાં બે ભારતીયની ગોળી મારીને હત્યા, હુમલાખોર કાર લઈને ફરાર
ઇટાલીમાં બૈસાખી ઉત્સવમાં બે ભારતીયની ગોળી મારીને હત્યા, હુમલાખોર કાર લઈને ફરાર
Published on: 19th April, 2026

ઇટાલીના ઉત્તરમાં આવેલા બર્ગામો પ્રાંતમાં બૈસાખીના પવિત્ર તહેવાર દરમિયાન એક ફાયરિંગની ઘટના બની હતી. અહીં એક વેરહાઉસ પાસે અજાણ્યા હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરીને બે ભારતીય નાગરિકોની હત્યા કરી દીધી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ભારતીય સમુદાયમાં શોક અને ફફડાટ વ્યાપી ગયો છે. આ લોહિયાળ ઘટના શુક્રવારે મોડી રાત્રે બર્ગામો પ્રાંતના કોવો વિસ્તારમાં બની હતી. જે સ્થળે આ હુમલો થયો તે ગુરુદ્વારા માતા સાહિબ કૌર જીની નજીક આવેલું એક વેરહાઉસ છે. બૈસાખીના તહેવાર નિમિત્તે આ વેરહાઉસનો ઉપયોગ ધાર્મિક પ્રવૃત્તિઓ અને સભા માટે કરવામાં આવી રહ્યો હતો.