સુરત ONGCમાં નોકરીના નામે 32 લાખની છેતરપિંડી.
સુરત ONGCમાં નોકરીના નામે 32 લાખની છેતરપિંડી.
Published on: 19th April, 2026

સુરતમાં ONGCમાં નોકરી અપાવવાના બહાને કતારગામના દંપતીએ 32 લાખ રૂપિયાની છેતરપિંડી કરી. દંપતીએ ફરિયાદીને નકલી આઈડી કાર્ડ અને જોઈનિંગ લેટર આપ્યા હતા. ફરિયાદી જ્યારે ONGCના ગેટ પર પહોંચ્યો ત્યારે આઈડી કાર્ડ નકલી હોવાનું જાણવા મળ્યું. રાંદેર પોલીસે દંપતી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ દંપતીએ અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે.