અમેરિકા-ચીન બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી.
અમેરિકા-ચીન બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી.
Published on: 14th May, 2026

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. તેમણે આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જોઈએ. બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો અમેરિકાની સ્થાપનાના સમયથી જ ચાલ્યા આવે છે.