ઉત્તર પ્રદેશ: મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' પંખો મળ્યો, પોલીસ તપાસમાં.
કુશનિગર જિલ્લાની એક મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' લખેલો પંખો મળતાં ચકચાર મચી છે. આ ફોટો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. આ પંખો ભારતમાં કેવી રીતે પહોંચ્યો અને મદરેસામાં કેવી રીતે આવ્યો તેની સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. આ ઘટના વિષ્ણુપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
ઉત્તર પ્રદેશ: મદરેસામાં 'મેડ ઇન પાકિસ્તાન' પંખો મળ્યો, પોલીસ તપાસમાં.
44 વર્ષના નક્સલી કમાન્ડર દેવજીએ 12મું ધોરણની પરીક્ષા આપી.
તેલંગાણાના જગિત્યાલ જિલ્લામાં પરિવર્તનની એક પ્રેરણાદાયી ઘટના સામે આવી છે. 62 વર્ષીય પૂર્વ માઓવાદી કમાન્ડર થિપ્પીરી તિરુપતિ ઉર્ફે 'દેવજી'એ હિંસાનો માર્ગ છોડીને હવે શિક્ષણની રાહ પકડી છે. દાયકાઓ સુધી હાથમાં બંદૂક લઈને જંગલોમાં ફરનારા આ પૂર્વ નક્સલી નેતાએ બુધવારે ધોરણ-12 (ઇન્ટરમીડિયેટ)ની પૂરક પરીક્ષા આપી હતી. આશરે 44 વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહ્યા બાદ અને હથિયાર હેઠા મૂક્યા પછી, તેમણે પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવાનો નિર્ણય લીધો છે, જે સમાજમાં મુખ્યધારામાં પરત ફરવા માંગતા લોકો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
44 વર્ષના નક્સલી કમાન્ડર દેવજીએ 12મું ધોરણની પરીક્ષા આપી.
ભારત અને UAE શુક્રવારે LPG અને તેલ ભંડાર પર ઊર્જા કરારો પર હસ્તાક્ષર કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૧૫ મેના રોજ ખાડી રાષ્ટ્રની મુલાકાત દરમિયાન ભારત અને UAE, LPG અને વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે બે મહત્વપૂર્ણ કરારો કરે તેવી અપેક્ષા છે, એમ સત્તાવાર સૂત્રોએ બુધવારે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મોદીના UAE પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની ઉર્જા સુરક્ષાને વધારવાનો રહેશે. યુરોપના પાંચ દિવસના ચાર દેશોના પ્રવાસ પર નીકળતા પહેલા વડાપ્રધાન લગભગ ચાર કલાક માટે ગલ્ફ રાષ્ટ્રમાં રહેશે. UAEએ વિશ્વના ટોચના તેલ નિકાસકારોના મુખ્ય જૂથ, ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ(OPEC) છોડવાની જાહેરાત કર્યાના થોડા દિવસો પછી આ મુલાકાત આવી છે.
ભારત અને UAE શુક્રવારે LPG અને તેલ ભંડાર પર ઊર્જા કરારો પર હસ્તાક્ષર કરશે.
ભારતનો માસ્ટર પ્લાન: હોર્મુઝ ટેન્શન અને LPG અછત દૂર કરશે.
ભારત સરકાર મધ્ય પૂર્વમાંથી ગેસ પુરવઠો જાળવવા બે મોટા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. ભારત હવે ઓમાનથી સીધી દરિયાઈ પાઈપલાઈન બિછાવવાની તૈયારી કરી રહ્યું છે, જેને મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ-વોટર પાઈપલાઈન નામ આપવામાં આવ્યું છે. અંદાજે 40,000 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ અરબ સાગરના તળિયે 2,000 કિલોમીટર લાંબો હશે. આ પાઈપલાઈન સમુદ્રમાં 3450 મીટરની ઊંડાઈએ સ્થાપિત કરવામાં આવશે. આ વિશ્વની સૌથી ઊંડી દરિયાઈ પાઈપલાઈન પૈકીની એક હશે. આ માધ્યમથી દરરોજ 31 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર કુદરતી ગેસની સપ્લાય થઈ શકશે.
ભારતનો માસ્ટર પ્લાન: હોર્મુઝ ટેન્શન અને LPG અછત દૂર કરશે.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ પાછો ખેંચાયો, રુદ્રાક્ષ-જનોઈને પણ મંજૂરી.
કર્ણાટક સરકારે ૨૦૨૨માં સ્કૂલો-કોલેજોમાં હિજાબ પર લગાવેલ પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. નવા આદેશ મુજબ, વિદ્યાર્થીઓને હિજાબ સાથે કલાવા, રુદ્રાક્ષ અને જનોઈ જેવા ધાર્મિક પ્રતીકો પહેરવાની પણ મંજૂરી આપવામાં આવી છે, જો તે શાળાનિયમોનું પાલન કરે. આ નિર્ણય મૂળ ૨૦૨૨ના તે આદેશને બદલી નાખે છે જેણે સમાનતા, એકતા અને જાહેર વ્યવસ્થાને અસર કરતા કપડાં પર પ્રતિબંધ મૂક્યો હતો. હિજાબ વિવાદ ૨૦૨૧ના અંતમાં શરૂ થયો હતો અને ત્યારબાદ અનેક કાયદાકીય પડકારો અને વિભાજિત સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ નિર્ણય લેવાયો છે.
કર્ણાટકમાં હિજાબ પ્રતિબંધ પાછો ખેંચાયો, રુદ્રાક્ષ-જનોઈને પણ મંજૂરી.
વેપારીને ફસાવવાના કાવતરામાં ચિરાગ ગોટીના બે સાગરીતોની ધરપકડ.
ઓઈલના ધંધામાં ડખો થતાં ભાગીદારને ફસાવવા તેની કારમાં એમ.ડી.ડ્રગ્સ મૂકનાર ચિરાગ ગોટીના બે સાગરીતોની પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા. પોલીસે ડ્રગ્સ ક્યાંથી અપાવ્યું અને કોણે પ્લાન્ટ કર્યું તેની કડી મેળવી લીધી. મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટી નેપાળથી પરત આવી શરણે થયો હતો.
વેપારીને ફસાવવાના કાવતરામાં ચિરાગ ગોટીના બે સાગરીતોની ધરપકડ.
પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર: કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શરીર પર જૂની ઈજાના નિશાન.
સપા પ્રમુખ અખિલેશ યાદવના નાના ભાઈ પ્રતીક યાદવના લખનઉમાં અંતિમ સંસ્કાર થયા. 38 વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું નિધન થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાયું, શરીર પર છ જૂની ઇજાઓ મળી. પ્રતીક, મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. પત્ની અપર્ણા યાદવ આસામથી પરત ફર્યા.
પ્રતીક યાદવના અંતિમ સંસ્કાર: કાર્ડિયાક અરેસ્ટથી નિધન, શરીર પર જૂની ઈજાના નિશાન.
ફ્લોરિડાના દરિયામાં 'મોત' સામે 5 કલાકનો જંગ, 11 મુસાફરોનો ચમત્કારિક બચાવ.
ફ્લોરિડાના દરિયાકિનારે એક બીકક્રાફ્ટ 300 કિંગ એર ટર્બોપ્રોપ વિમાન ક્રેશ થયું. એન્જિન ફેઇલ થતાં પાયલોટે Water Landing (Ditching) કરાવ્યું. 11 મુસાફરોએ 5 કલાક સુધી 3 થી 5 ફૂટ ઊંચા મોજાં અને તોફાની હવામાન વચ્ચે સંઘર્ષ કર્યો. યુએસ કોસ્ટ ગાર્ડ અને એરફોર્સની ટીમે ચમત્કારિક રીતે તમામને બચાવી લીધા. હાલ તમામ મુસાફરોની હાલત સ્થિર છે.
ફ્લોરિડાના દરિયામાં 'મોત' સામે 5 કલાકનો જંગ, 11 મુસાફરોનો ચમત્કારિક બચાવ.
બેઇજિંગમાં ટ્રમ્પ-શીની હાઈ-વોલ્ટેજ બેઠક, વિશ્વની નજર આ સભા પર.
વિશ્વના રાજકારણ અને અર્થતંત્રને બદલી શકે તેવી બેઇજિંગમાં ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની હાઈ-વોલ્ટેજ મીટિંગ પર દુનિયાની નજર છે. બંને નેતાઓએ મૈત્રી અને મક્કમતા સાથે વાર્તાલાપ કર્યો, પરસ્પર સફળતા અને મજબૂત સંબંધોની આશા વ્યક્ત કરી. વેપાર, ભૂ-રાજકીય તણાવ અને તકનીકી સ્પર્ધા જેવા વિવાદાસ્પદ મુદ્દાઓ ચર્ચામાં રહેશે.
બેઇજિંગમાં ટ્રમ્પ-શીની હાઈ-વોલ્ટેજ બેઠક, વિશ્વની નજર આ સભા પર.
ભાવનગર નારી ચોકડી પાસે ત્રણ મકાનોમાં ₹3.12 લાખની ચોરી.
ચીન દ્વારા 'સોના' ની ધડાધડ ખરીદી, આર્થિક કટોકટી સામે મોટો દાવ.
વૈશ્વિક નાણાકીય બજારમાં ચીનની સોનાની ખરીદી ચર્ચામાં છે. 'પીપલ્સ બેંક ઓફ ચાઇના' (PBOC) એ સતત 18 મહિના સુધી સોનાનો ભંડાર વધારી, આશ્ચર્યચકિત કર્યું છે. એપ્રિલ 2026 ના આંકડા મુજબ, ચીન વૈશ્વિક બજારને પ્રભાવિત કરનાર શક્તિ બન્યું છે. એપ્રિલ 2026 માં 8 ટન સોનાની ખરીદી સાથે, ચીનનો ભંડાર 72.8 મિલિયન ટ્રોય ઔંસ સુધી પહોંચ્યો, જેનું મૂલ્ય $342.6 બિલિયન છે. આ આક્રમક વલણ, ડોલર સામે રક્ષણાત્મક કવચ અને 'યુઆન' ને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવવાની વ્યૂહરચના દર્શાવે છે.
ચીન દ્વારા 'સોના' ની ધડાધડ ખરીદી, આર્થિક કટોકટી સામે મોટો દાવ.
ગંગા ડેમ પ્રોજેક્ટ: બાંગ્લાદેશે ભારત સાથે વાત કરવાની જરૂર નથી તેમ કહ્યું.
બાંગ્લાદેશે પદ્મા (ગંગા) નદી પર વિશાળ ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી. આ પ્રોજેક્ટનો હેતુ ભારતના ફરક્કા બેરેજની અસરો ઘટાડવાનો છે. PM તારિક રહેમાનની અધ્યક્ષતા હેઠળ ECNEC એ પ્રથમ તબક્કાને મંજૂરી આપી. આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બાંગ્લાદેશ સરકારના ભંડોળથી નિર્મિત થશે, જે 34,497.25 કરોડ ટકાનો છે.
ગંગા ડેમ પ્રોજેક્ટ: બાંગ્લાદેશે ભારત સાથે વાત કરવાની જરૂર નથી તેમ કહ્યું.
ઘી ભેળસેળ: પટેલ ડેરી માલિકને એક વર્ષ જેલ અને દંડ.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે.
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો.
NEET પેપર લીક: NSUI દ્વારા આવેદન, વિદ્યાર્થીઓના વિશ્વાસ પર પ્રશ્નાર્થ.
NEET પેપર લીક થતાં NSUI એ ભુજમાં કલેક્ટરને આવેદન આપ્યું. નિષ્પક્ષ તપાસ અને દોષિતો પર કડક પગલાંની માંગ કરી. મહેનતુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતાં શિક્ષણ પ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી જશે. પરીક્ષા પ્રક્રિયા મજબૂત બનાવવાની પણ અપીલ.
NEET પેપર લીક: NSUI દ્વારા આવેદન, વિદ્યાર્થીઓના વિશ્વાસ પર પ્રશ્નાર્થ.
સાયબર ક્રાઇમ: વૃદ્ધાને 46.95 લાખ પરત અપાવ્યા.
ભુજ સાયબર ક્રાઇમે ડિજિટલ અરેસ્ટના બહાને વૃદ્ધા પાસેથી પડાવેલા ₹83.44 લાખમાંથી ₹46.95 લાખ સફળતાપૂર્વક ફ્રીઝ કરાવી પરત અપાવ્યા. ઠગોએ ખોટી ઓળખ આપી, નકલી વોરંટ બતાવી, મની લોન્ડરિંગના ગુનાનું કહી ડરાવી પૈસા પડાવ્યા હતા. સાયબર પોલીસ જનતાને 'ડિજિટલ અરેસ્ટ' જેવી કોઈ કાયદાકીય જોગવાઈ ન હોવાનું જણાવી સાવચેત રહેવા અપીલ કરે છે.
સાયબર ક્રાઇમ: વૃદ્ધાને 46.95 લાખ પરત અપાવ્યા.
અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ: 10,000 વિદેશી વિદ્યાર્થીઓ તપાસ હેઠળ.
અમેરિકામાં OPT વિઝા કાર્યક્રમ હેઠળ 10,000 વિદેશી વિદ્યાર્થીઓ, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે, શેલ કંપનીઓ દ્વારા મોટાપાયે છેતરપિંડીના આરોપસર તપાસ હેઠળ છે. અનેક વિદ્યાર્થીઓ એવી કંપનીઓ સાથે જોડાયેલા મળ્યા છે જ્યાં કોઈ કામગીરી ચાલતી નથી. કેટલીક કંપનીઓનું મેનેજમેન્ટ ભારતમાંથી થતું હોવાનું પણ સામે આવ્યું છે.
અમેરિકામાં OPT વિઝા ગેરરીતિ: 10,000 વિદેશી વિદ્યાર્થીઓ તપાસ હેઠળ.
PM મોદીની અપીલ: સોનાની ખરીદી પર રાજકીય ચર્ચા.
ભારતીય પરંપરામાં સોના-ચાંદીના ઘરેણાં સુરક્ષા માટે હોય છે. PM મોદીએ બિનજરૂરી ખરીદી ટાળવા અપીલ કરી, પણ વિરોધ પક્ષોએ આને નિષ્ફળતા ગણાવી. ભારતે સોનાની આયાત પર $72 બિલિયન ખર્ચ્યા, જે ચિંતાનો વિષય છે. ખાદ્ય તેલની આયાત પર પણ મોટો ખર્ચ થાય છે. PMની અપીલ આર્થિક પરિસ્થિતિ અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે મહત્વની છે.
PM મોદીની અપીલ: સોનાની ખરીદી પર રાજકીય ચર્ચા.
પરિણીતાનો દુ:ખદ અંત: PM આવાસમાં 5મા માળેથી ઝંપલાવી જીવનલીલા સંકેલી.
વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી 35 વર્ષીય પરિણીતા ભૂમિકાબહેન પાટીલે 5મા માળેથી કૂદીને જીવન ટૂંકાવ્યું. છેલ્લા ચાર દિવસથી બીમાર અને કોઈની સાથે ઝઘડો કરતી, તેમણે પુત્રને પાર્કિંગમાં મોકલી ઘરનો દરવાજો અંદરથી બંધ કરી આત્મહત્યા કરી. ઘટનાસ્થળે લોહીલુહાણ હાલતમાં મળી આવતા સયાજી હોસ્પિટલ ખસેડાયા. પોલીસે વધુ તપાસ હાથ ધરી.
પરિણીતાનો દુ:ખદ અંત: PM આવાસમાં 5મા માળેથી ઝંપલાવી જીવનલીલા સંકેલી.
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
સોના, ચાંદી તથા પ્લેટિનમ પર કસ્ટમ્સ ડયૂટી વધારવાના સરકારના નિર્ણયને પરિણામે વર્તમાન નાણાં વર્ષમાં દેશમાં સોનાની માગમાં ૧૦% જેટલો ઘટાડો જોવા મળવાની ધારણાં રાખવામાં આવે છે. વર્તમાન નાણાં વર્ષમાં જ્વેલરી માગમાં ૫-૭ ટકા જ્યારે એકંદર માગ ૧૦% જેટલી ઘટવાનો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (ઈબજા)ના મહામંત્રી સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું.સોનાચાંદીની વધી રહેલી આયાત પર અંકૂશ લાવીને આયાત બિલ ઘટાડવાના હેતુ સાથે સરકારે સોનાચાંદી પરની આયાત ડયૂટી ૬ ટકા પરથી વધારી ૧૫ ટકા કરી છે.
ઊચી આયાત ડયુટીને પગલે સોનાની માંગમાં દસ ટકા ઘટાડાની સંભાવના.
નવી દેવલીના મહિલાને લોખંડનો પાઈપ માર્યો
ભાવનગરના તળાજાના નવી દેવલી ગામે ઝાડ નીચે બકરાં બેસાડવા મુદ્દે શખ્સે મહિલાને લોખંડનો પાઈપ મારી ઈજા પહોંચાડયા અંગેની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ મથકમાં નોંધાઈ છે. તળાજાના નવી દેવલી ગામે રહેતા મોંઘીબેન બહાદુરભાઈ વાઘેલાએ તેમના ગામના ઘનશ્યામભાઈ પુણાશંકરભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.
નવી દેવલીના મહિલાને લોખંડનો પાઈપ માર્યો
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં રૂપિયામાં નવો કડાકો બોલાઈ ગયો હતો. સરકારે હુંડિયામણ બચાવવા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટીમાં વૃદ્ધી કર્યાના સમાચાર છતાં મુંબઈ કરન્સી બજારમં આજે રૂપિયો વધવાના બદલે વધુ તૂટી જતાં બજારના જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. ડોલરના ભાવ રૂ.૯૫.૬૪ વાળા આજે સવારે રૂ.૯૫.૬૦ ખુલી નીચામાં ભાવ એક તબક્કે રૂ.૯૫.૫૧ થયા હતા.
ડોલર સામે રૂપિયો વધુ ગબડી નીચામાં 95.81ના નવા તળિયે પટકાયો.
બોલુન્દ્રા હત્યા કેસ: પ્રેમસંબંધની અદાવતમાં 3 આરોપી ઝડપાયા.
ભિલોડાના બોલુન્દ્રા ગામમાં પ્રેમસંબંધની અદાવતમાં 20 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી. ભિલોડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મુખ્ય આરોપી ધીરજકુમાર રમેશભાઈ પરમાર, રમેશભાઈ મગનભાઈ પરમાર અને મેહુલભાઈ રમેશભાઈ પરમારને ઝડપી પાડ્યા. BNS 2023 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.
બોલુન્દ્રા હત્યા કેસ: પ્રેમસંબંધની અદાવતમાં 3 આરોપી ઝડપાયા.
લુટેરી દુલ્હન કેસમાં હિંમતનગર પોલીસની કામગીરીને બિરદાવાઈ.
હિંમતનગરની એક મહિલાએ લુટેરી દુલ્હન કેસમાં LCBની અસરકારક કામગીરી બાદ પોલીસવડા સહિત અધિકારીઓનું સન્માન કર્યું. આ કૌભાંડમાં અનેક પરિવારો સાથે લાખોની છેતરપિંડી થઈ હતી, જેમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરી ચારની ધરપકડ કરી હતી.
લુટેરી દુલ્હન કેસમાં હિંમતનગર પોલીસની કામગીરીને બિરદાવાઈ.
ઈડરના પોશીનામાં જૈન દેરાસરમાંથી રૂ.1.52 લાખની મૂર્તિઓની ચોરી.
તલાટી એક્સપ્રેસ: ખેડવા તલાટીએ રેલવે ટ્રેક પર કાર ચલાવી, ગુનો નોંધાયો.
હિંમતનગરના ધાણધા રેલવે ટ્રેક પર ખેડવા ગ્રામ પંચાયતના તલાટી સહિત ત્રણ લોકો કાર લઈને પહોંચ્યા. ગમે તે કારણસર તલાટીએ રેલવેના નિયમોનો ભંગ કરી કારને ટ્રેક પર હંકારવાનું શરૂ કર્યું. કાર સ્લીપરને લીધે ફસાઈને બંધ થઈ ગઈ. સ્થાનિકોની મદદથી કાર દુર કરાઈ અને રેલવે પોલીસને જાણ કરાઈ. રેલવે પોલીસે તલાટી સહિત બે વિરુદ્ધ રેલવે એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
તલાટી એક્સપ્રેસ: ખેડવા તલાટીએ રેલવે ટ્રેક પર કાર ચલાવી, ગુનો નોંધાયો.
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ.
માર્ચની સરખામણીએ એપ્રિલમાં વૈશ્વિક સ્તરે ભૌગોલિકરાજકીય તાણ હળવી થયા બાદ ભારતીય ઈક્વિટીસમાં જોવા મળેલા સુધારા છતાં મ્યુચ્યુઅલ ફન્ડોએ હાથમાં રોકડનું ઊંચુ પ્રમાણ જાળવી રાખવાનો વ્યૂહ અપનાવ્યો હતો. માર્ચમાં રૂપિયા ૧.૮૬ લાખ કરોડની સરખામણીએ એપ્રિલમાં ફન્ડ હાઉસો પાસે સંયુકત રીતે કેશ ઓન હેન્ડની માત્રા વધી રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહી હતી. એપ્રિલના અંતે ફન્ડોની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂપિયા ૮૧.૯૨ લાખ કરોડ સાથે વિક્રમી સપાટીએ રહી હતી.
એપ્રિલમાં ફંડો પાસેનું કેશ હોલ્ડિંગ વધી રૂપિયા બે લાખ કરોડની સપાટીએ.
લખતરમાં ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ, જીવદયા પ્રેમીઓમાં રોષ.
લખતરમાં ગૌવંશ ઉપર છેલ્લાં કેટલાક સમયથી જવલનશીલ પદાર્થ તેમજ તિક્ષ્ણ હથિયાર વડે હુમલા કરવાના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે શહેરમાં વધુ એકવાર ગૌવંશ ઉપર જવલનશીલ પદાર્થ અજાણ્યા શખ્સો દ્વારા નાંખતા ધણખુંટને ભારે ઇજા પહોંચી હતી. ગૌવંશને ઇજા પહોંચી હોવાની જાણ લખતરમાં આવેલ ઠાકરધણી ગૌ સેવાના કિશનભાઇ ભરવાડ તેમજ તેમના યુવાનોને જાણ થતા તાત્કાલિક ગૌવંશ પાસે પહોંચીને તેને રેસ્ક્યુ કરી લખતર સરકારી હોસ્પિટલ ખાતે આવેલ ગૌશાળામાં લાવી ઈલાજ કરવામાં આવ્યો હતો.
લખતરમાં ગૌવંશ પર જ્વલનશીલ પદાર્થ, જીવદયા પ્રેમીઓમાં રોષ.
સુરેન્દ્રનગરમાં જુગારના 3 સ્થળે દરોડા, 14 જુગારી ઝડપાયા.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ધલવાણા, પાટડીના ઈન્દીરાનગર અને રતનપરના ગાંડાવાડી વિસ્તારમાં પોલીસે જુગારની બાતમીના આધારે દરોડા કર્યા હતા. જેમાં 14 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂપીયા 84,110ની મત્તા સાથે પકડાયા છે. લીંબડી તાલુકાના ધલવાણા ગામની સીમમાં બાવળની આડમાં જુગારની બાતમી મળતા પાણશીણા પોલીસના જયંતીભાઈ મેણીયા સહિતનાઓએ રેડ કરી હતી.
સુરેન્દ્રનગરમાં જુગારના 3 સ્થળે દરોડા, 14 જુગારી ઝડપાયા.
સાયલાના શાપરની સીમમાં સિલીકા ખોદકામ પર દરોડો, 50 લાખનો મુદ્દામાલ સીઝ.
સાયલાના શાપરની સીમમાં કિંમતી સિલીકાના ગેરકાયદે ખોદકામ પર પોલીસ અને ખનીજ વિભાગે સંયુક્ત રીતે દરોડો પાડ્યો. રણછોડ રબારી અને સામત રબારી દ્વારા થતા આ ગેરકાયદે ખનનમાં 1 એક્સ્વેટર મશીન સહિત 50 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.