બ્રિટનમાં ૨૦૦૦ ફ્લાઇટ રદ
બ્રિટનમાં ૨૦૦૦ ફ્લાઇટ રદ
Published on: 10th September, 2026

બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ્સમાં ટેકનિકલ ખામી સર્જાતા મંગળવાર સુધીમાં બે હજારથી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ ઘટનામાં ગુજરાતીઓ અને સંખ્યાબંધ ભારતીયો સહિત હજારો પ્રવાસીઓ દેશના ૧૫ મુખ્ય એરપોર્ટ પર ફસાઈ ગયા છે. એરપોર્ટ પર અંધાધૂંધીભર્યો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં ઘણા પ્રવાસીઓએ બહાર નીકળવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. બ્રિટિશ એરવેઝ અને રયાન એર જેવી મુખ્ય એરલાઇન્સોને પણ ભારે ફ્લાઇટ રદ્દીકરણ અને વિલંબનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે હજારો પ્રવાસીઓ પ્રભાવિત થયા છે.