અમેરિકી ચૂંટણી બાદ ક્રૂડ ઓઈલ 2 ડૉલર પ્રતિ ગેલનથી સસ્તું થશે, ટ્રમ્પનો દાવો
અમેરિકી ચૂંટણી બાદ ક્રૂડ ઓઈલ 2 ડૉલર પ્રતિ ગેલનથી સસ્તું થશે, ટ્રમ્પનો દાવો
Published on: 10th September, 2026

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી ચૂંટણીઓ બાદ વૈશ્વિક સ્તરે ઓઈલના ભાવમાં મોટો ઘટાડો થશે. તેમણે કહ્યું કે ઈંધણના ભાવ પ્રતિ ગેલન 2 ડૉલરથી નીચે લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષાના પડકારો વચ્ચે તેમણે આ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. ઈરાન દ્વારા વેપારી જહાજો પર હુમલા ચાલુ રહેશે તો અમેરિકા લશ્કરી જવાબ આપી શકે છે. ટ્રમ્પે જણાવ્યું કે તેઓ માત્ર પરમાણુ મુદ્દા પૂરતી વાટાઘાટો કરવા માગતા નથી, પરંતુ તેમાં પ્રદેશની એકંદર સુરક્ષા સહિતના તમામ વિવાદિત મુદ્દાઓનો સમાવેશ થવો જોઈએ.