ઇરાનનો ૧૦ જહાજો પર હુમલો
ઇરાનનો ૧૦ જહાજો પર હુમલો
Published on: 10th September, 2026

ખાડી યુદ્ધ વધુ તીવ્ર બન્યું છે, જેમાં ઈરાને ૧૦ જહાજો પર હુમલો કરવાનો અને અમેરિકાની ડ્રોન સબમરીન 'ડાઇવ એલડી' કબજે કરવાનો દાવો કર્યો છે. આ સબમરીન હોર્મુઝમાં અંડર વોટર સુરંગનો પત્તો લગાવતી હતી. ઈરાને અમેરિકાના જોર્ડન સ્થિત લશ્કરી મથકને પણ નુકસાન પહોંચાડ્યાનો દાવો કર્યો છે. બીજી તરફ, અમેરિકાએ ઈરાનના પાંચ ક્રૂડ ઓઇલ ટેન્કર ડૂબાડી દીધાનો દાવો કર્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે જે પણ અમેરિકા સાથે સહયોગ કરશે તેના પર હુમલો કરાશે.