યુદ્ધવિરામના લીરેલીરા ઊડ્યા! ટ્રમ્પે કહ્યું - અસ્તિત્વ મટી જશે!
યુદ્ધવિરામના લીરેલીરા ઊડ્યા! ટ્રમ્પે કહ્યું - અસ્તિત્વ મટી જશે!
Published on: 28th June, 2026

પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ જતા અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો છે. તાજેતરમાં જ થયેલા યુદ્ધવિરામ કરારના થોડા દિવસોમાં જ અમેરિકન સેનાએ ઈરાનના સૈન્ય ઠેકાણાઓ અને ડ્રોન લોન્ચિંગ સાઇટ્સ પર હવાઈ હુમલા કર્યા. ઈરાને હોર્મુઝની ખાડીમાં ઓઈલ ટેન્કર પર ડ્રોન હુમલો કર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ કાર્યવાહી કરી. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે યુદ્ધવિરામ ભંગ ચાલુ રહેશે તો અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે.