પેરિસમાં હીટવેવના કારણે જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ
પેરિસમાં હીટવેવના કારણે જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ
Published on: 28th June, 2026

યુરોપમાં હાલ હીટવેવનો પ્રકોપ વધતાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં સ્થિતિ ગંભીર બની છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે અને મેડિકલ સિસ્ટમ પર દબાણ વધી રહ્યું છે. આ કટોકટી વચ્ચે, પેરિસ પ્રશાસને જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ગરમીમાં આલ્કોહોલ સેવનથી થતું ડિહાઇડ્રેશન, બ્લડ પ્રેશરમાં ઘટાડો અને જજમેન્ટ બ્લન્ટ થવું જેવા વૈજ્ઞાનિક કારણો છે. આલ્કોહોલ શરીરમાં પાણીનો અભાવ વધારે છે અને 'હીટ સ્ટ્રોક'નું જોખમ વધારે છે, જે જીવલેણ બની શકે છે.