રશિયાએ યુક્રેન પર 450 ડ્રોન અને 70 મિસાઇલ છોડી
રશિયાએ યુક્રેન પર 450 ડ્રોન અને 70 મિસાઇલ છોડી
Published on: 04th February, 2026

રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો, જેમાં લગભગ 450 લાંબા અંતરના ડ્રોન અને 70 જેટલી મિસાઇલ્સનો સમાવેશ થાય છે. આ હુમલામાં યુક્રેનની પાવર ગ્રીડને નિશાન બનાવવામાં આવી હતી. કીવમાં માઇનસ 20 ડિગ્રી તાપમાનમાં વીજળી ન હોવાથી હિટિંગ સિસ્ટમ બંધ થતાં લોકોને હાલાકી પડી રહી છે. ઝેલેન્સ્કીએ સહયોગી દેશોને વધુ એર ડિફેન્સ સપ્લાય મોકલવા અપીલ કરી છે અને રશિયા પર મહત્તમ દબાણ નાખવા જણાવ્યું છે.