રોડ પરના ખાડા પુરાણ: રહીશોનો રોષ, કામગીરી સામે પ્રશ્નાર્થ
રોડ પરના ખાડા પુરાણ: રહીશોનો રોષ, કામગીરી સામે પ્રશ્નાર્થ
Published on: 20th August, 2026

વડોદરા શહેરમાં રોડ પરના ખાડા યોગ્ય રીતે ન પુરાતા હોવાની ફરિયાદો વધી રહી છે. ન્યુ વીઆઇપી રોડ પર પેચવર્ક નિરીક્ષણ દરમિયાન, એક રહીશે પૂછ્યું કે શું આ કામ એક વર્ષ ટકશે? તેમણે કહ્યું કે ફક્ત ઉપરછલ્લું પેચવર્ક કરવાને બદલે, ખાડાનું યોગ્ય ટ્રેસિંગ કરી રોડ લેવલ સુધી પુરાણ થવું જોઈએ. શહેરમાં અનેક ખાડાઓ પેચવર્ક બાદ પણ પુનરાવર્તિત થઈ રહ્યા છે. નવા ટેકનોલોજીનો ઉપયોગ કરી, હાલોલ રોડ જેવા ટકાઉ રોડ બનાવવાની માંગ કરવામાં આવી છે, જ્યાં બે વર્ષથી એક પણ ખાડો પડ્યો નથી.