Apple માં કર્મચારીઓની છટણી
Apple માં કર્મચારીઓની છટણી
Published on: 22nd August, 2026

ટેક જાયન્ટ એપલ (Apple) એ હાર્ડવેર પરથી ધ્યાન હટાવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 200 થી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ છટણીમાં મુખ્યત્વે સિરી (Siri) અને Vision Pro હેડસેટ ટીમોને અસર થઈ છે. કંપની પોતાની 'ઇન્ટેલિજન્ટ સિસ્ટમ્સ એક્સપિરિયન્સ' ટીમમાંથી પણ કર્મચારીઓની છટણી કરી રહી છે, જે સોફ્ટવેર એન્જિનિયરિંગ વિભાગનો ભાગ છે. Vision Pro ટીમને મોટાભાગે બંધ કરી દેવામાં આવી છે. આર્થિક નુકસાન અટકાવવા અને AI પર વધુ ફોકસ કરવા આ નિર્ણય લેવાયો છે.