યુદ્ધ વચ્ચે ઈરાનને સૌથી મોટો ફટકો, ઈન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું US-ઈઝરાયલના એરસ્ટ્રાઈકમાં મોત.
યુદ્ધ વચ્ચે ઈરાનને સૌથી મોટો ફટકો, ઈન્ટેલિજન્સ ચીફ માજિદ ખાદેમીનું US-ઈઝરાયલના એરસ્ટ્રાઈકમાં મોત.
Published on: 06th April, 2026

અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષના ૩૮મા દિવસે ઈરાનને મોટો ફટકો પડ્યો છે. આજે (૬ એપ્રિલ ૨૦૨૬) સવારે થયેલા ભયાનક હુમલામાં ઈરાની સેના IRGCના ઇન્ટેલિજન્સ ચીફ મેજર જનરલ મજીદ ખાદમીનું મોત થયું છે. IRGC એ સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરતા તેમને 'શહીદ' ગણાવ્યા છે. ઈરાનના અત્યંત ગુપ્ત અને શક્તિશાળી સંગઠનના વડાનું મોત એ આ યુદ્ધમાં ઈરાન માટે અત્યાર સુધીનું સૌથી મોટું વ્યૂહાત્મક નુકસાન માનવામાં આવે છે.