પશ્ચિમ બંગાળ સરકારે એરફોર્સને આપી 25 એકર જમીન.
પશ્ચિમ બંગાળ સરકારે એરફોર્સને આપી 25 એકર જમીન.
Published on: 22nd June, 2026

પૂર્વ ભારતમાં ભારતની હવાઈ સુરક્ષા વધુ મજબૂત કરવા માટે પશ્ચિમ બંગાળ સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. વાયુસેનાના હસીમારા એર ફોર્સ સ્ટેશન માટે 25 એકર અને કલાઈકુંડા એર ફોર્સ સ્ટેશન માટે 37 એકર જમીન ફાળવવામાં આવી છે. આ વિસ્તરણ બંને એરબેઝના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે, નવી સુવિધાઓ ઉમેરશે અને ભવિષ્યની સૈન્ય જરૂરિયાતો પૂરી કરશે, જે ચીન સરહદ નજીક ભારતની સંરક્ષણ ક્ષમતાને નવી દિશા આપશે.